પરિવારથી દૂર રહેતા આર્મી જવાનોએ બોર્ડર પર મનાવ્યો તહેવાર


  • Published By :
  • Published Date : 2022-10-27 12:16:30

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. ભાઈદૂજની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાના જવાનો જે ખડપગે રહી દેશની સીમાઓની રક્ષા કરે છે તેમણે પણ ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના LoC ખાતે જવાનોએ ભાઈબીજ મનાવી હતી. દેશના જવાનોએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવડાઓ પ્રગટાવી તેમણે દિવાળી પર્વને મનાવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ મનાવી ભાઈબીજ

પોતાના પરિવારથી દૂર રહી આર્મીના જવાનો દેશની રક્ષા કરે છે. તેઓ સીમા પર છે એટલે જ આપણે પોતાના ઘરમાં રહી દરેક તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરી શકીએ છીએ. ત્યારે સીમા ખાતે દેશના જવાનોએ ભાઈબીજની ઉજવણી કરી હતી. મહિલાઓએ જમ્મુ-કાશ્મીરના જવાનોને તિલક કર્યા હતા. તહેવારની ઉજવણી દરમિયાન દેશના જવાનોના ચહેરા પર અલગ સંતોષ જોવા મળ્યો હતો.

 

જવાનો સાથે PMએ મનાવી હતી દિવાળી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દર વર્ષે આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. લગભગ 9 વર્ષથી તેઓ સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વ મનાવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે કારગીલ બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવી હતી.    



અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.