અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાનના ફોટો રાખવાને લઈને PMને પત્ર લખ્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 12:40:18

ગુજરાતની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મેં આજે વડાપ્રધાન મોદીજીને પત્ર લખ્યો છે, જેમાં 130 કરોડ ભારતીયો તરફથી નિવેદન કર્યું છે. કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરાવવાની અપીલ કરી છે.


શું લખ્યું કેજરીવાલે પત્રમાં ???


અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ઈન્ડિયન કરન્સી પર એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ ગણેશજીની તસવીર પર હોવી જોઈએ એવી અપીલ કરી છે. અત્યારે દેશની અર્થ વ્યવસ્થા ઘણા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. તેવામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોની યાદીમાં આવે છે. આપણા દેશમાં આજે પણ કેમ આટલા બધા લોકો ગરીબ છે અને કેમ?


એક બાજુ આપણે દરેક દેશવાસીઓએ મળીને મહેનત કરવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ ભગવાનના આશીર્વાદ પણ આપણને ફળશે. તેવામાં યોગ્ય નીતિ, ભગવાનના આશીર્વાદ અને મહેનતના સંગમથી તરક્કી થશે.


કેજરીવાલે વધુમાં લખ્યું છેકે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર ચલણી નોટો પર હોવા મુદ્દે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. મારા આ નિવેદનને સમર્થન પણ મળી રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી લોકો પણ ઈચ્છે છે કે આને તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાય.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે