BBC ડોક્યુમેન્ટરી જ નહીં અત્યાર સુધી 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-27 15:21:27

ભારતમાં આજકાલ BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધને લી હોબાળો મચ્યો છે. ભારત સરકારે આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મુદ્દે વિરોધ પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. જો કે ભારતમાં આવું પહેલી વખત નથી બન્યું, દેશમાં વિવિધ કારણોથી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવાનો ઈતિહાસ બહુ જુનો છે. બ્રિટિશ શાસનમાં તો ઠીક આઝાદ ભારતમાં પણ તમામ સરકારોએ તેમની મનસુફી પ્રમાણે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં અત્યાર સુધીમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


સૌપ્રથમ 1955માં પ્રતિબંધ


ભારતમાં સૌપ્રથમ પ્રતિબંધ કરાયેલી ફિલ્મ સમર ટાઈમ હતી. 1955માં રિલિઝ થયેલી આ ફિલ્મની કથા અનૈતિક વૈવાહિક જીવનને દર્શાવતી હતી. તે જ પ્રમાણે 1959 નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર ફિલ્મ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગોકુલ શંકર પર આરોપ હતો કે તેમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓને રજુ કરવામાં આવી છે. 1973માં પ્રતિબંધિત થયેલી ફિલ્મ 'ગરમ હવા' ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારીત હતી. જેમાં એક મુસ્લિમ પરિવાર વિશે બતાવવામાં આવ્યું હતું.


ઈન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મ આંધી


સૌથી વધુ ચર્ચા 1975માં આવેલી ફિલ્મ આંધીની થાય છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના વૈવાહિક જીવન પર બની હોવાનો આરોપ લગાવી તેના પ્રતિબંધ મુકાયો હતો. જો કે મોરારજી દેસાઈની સરકારે તે પ્રતિબંધ હટાવી દીધો હતો. ગુલઝારની આ ફિલ્મમાં સંજીવ કુમાર, સુચિત્રા સેને અભિનય કર્યો હતો. 


આ છે ભારતમાં પ્રતિબંધિત ફિલ્મો 


ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43 ફિલ્મો પ્રતિબંધનો સામનો કરી ચુકી છે. જોકે, આમાંથી ઘણી એવી ફિલ્મો હતી, જેને પાછળથી લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. જે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં 1955માં સમર ટાઈમ, 1959માં નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર, 1973માં ગરમ ​​હવા, 1975માં આંધી, 1977માં કિસ્સા કુરસી કા, 1971માં સિક્કિમ, 1979માં ખાક ઔર ખૂન, 1984માં ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ, 1987માં પતિ પરમેશ્વર, 1993માં કુત્રપથિરિકૈ, 1994માં બેન્ડિટ ક્વીન, 1996માં કામસૂત્રઃ અ ટેલ ઑફ લવ, 1996માં ફાયર, 2001માં પંચ, 2003માં હવાયે, 2004માં ધ પિંક મિરર, ફાઈનલ સોલ્યુશન, અને હવા આને દે, 2005માં બ્લેક ફ્રાઈડે, અમુ, વોટર, 2009માં હૈદ અનહદ, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2013માં પાપિલો બુદ્ધા, 2014માં ગુર્જર આંદોલન એ ફાઈટ ફોર રાઈટ, 2014માં ફાયર ઝોન, કૌમ ધ હીરે, ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે, 2015માં મૈં હું રજનીકાંત, અનફ્રીડમ, ઈન્ડિયાઝ ડોટર, પત્તા પત્તા દા સિંઘન દા વૈરી, પોર્કલાથિલ ઓરુ પૂ, ધ માસ્ટરમાઇન્ડ ઝિંદા સુક્ખા, ધ પેટેન્ટ હાઉસ, મુત્તુપુલિયા, 2016માં મોહલ્લા અસ્સી, ધરમ યુધ્ધ  મોરચા, 2017માં નીલમ અને તુફાન ફિલ્મોને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. આમાંની ઘણી ફિલ્મોમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું હતું. કેટલીક ફિલ્મોને નગ્નતા અને બીભત્સ કન્ટેન્ટના કારણે  પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.