PMના બર્થડે પર જન્મનારા બાળકોને અપાશે સોનાની વીંટી , કોને કરી જાહેરાત ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:13:34

તમિલનાડુમાં અનોખી જાહેરાત 

આવતીકાલ આટલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અને તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમિલનાડુ ભાજપ યુનિટએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિવસ પર જન્મનારા નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય કર્યો છે. 

સરકારી હોસ્પિટલમાં જન્મનાર બાળકને આપશે વીંટી 

એલ. મુરુગ જે તમિલનાડુના  મત્સ્ય પાલન અને સૂચના પ્રસારણ રાજ્યમંત્રીએ કહ્યું , અમે ન્નઈ સ્થિત સરકારી RSRM હોસ્પિટલને પસંદ કરી છે, જ્યાં પીએમ મોદીના જન્મદિવસે જન્મનારા તમામ બાળકોને સોનાની વિંટી આપવામાં આવશે.

કેટલી  કિંમતની હશે વીંટી ?

વીંટીની કિંમત વિશે મંત્રી મુરુગને કહ્યું કે , દરેક વીંટી 2 ગ્રામ સોનાની હશે. જેની કિંમત 5000 રૂપીયાની આસપાસ હોય શકે છે. તેમણે કહ્યું આ મફતમાં આપતી રેવડી નથી . પરંતુ તેના દ્વારા  પ્રધાનમંત્રીના જન્મદિવસ પર જન્મનારા બાળકોનું સ્વાગત કરવા ઈચ્છે છે.ભાજપના લોકલ યુનિટનું અનુમાન છે કે આ હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે.

   



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.