અંતે 24 વર્ષ બાદ કોંગ્રેસને મળ્યા બિન ગાંધી પ્રમુખ, મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ તરીકે ચૂંટાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 14:18:03


આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસને બિન ગાંધી પ્રમુખ મળી ગયા છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે આજે મતગણતરી થઈ  હતી. કોંગ્રેસ પ્રમુખ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરને સીધી હરીફાઈ હતી. મતગણતરીમાં  મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા હતા. જેમાં 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે બાજી મારી ગયા હતા. ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાતા તેમના પર અભિનંદનનો વરસાદ થયો હતો. આ વખતે ગાંધી પરિવારનો કોઈ સભ્ય પ્રમુખ પદની રેસમાં સામેલ ન હતો. ખડગે અગાઉ સીતારામ કેસરી એવા પ્રમુખ હતા, જે ગાંધી પરિવારના નહોતા..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે