કોરોનાના નવા વેરિએન્ટ XBB અને XBB.1ની એન્ટ્રી, મહારાષ્ટ્ર અને કેરળ સરકારે જાહેર કરી એડવાઈઝરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 17:07:51

શું ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની છે?. હાલ તો નહીં પણ કેટલાક સપ્તાહ કે મહિના બાદ કોરોના ફરી એક વખત નવી લહેર સાથે પરત આવી શકે છે. આવું એટલા માટે કેમ કે કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1નો ખતરો જોવા મળી રહ્યો છે. દુનિયાના એનેક દેશોમાં આ બંને વેરિએન્ટના કારણે સંક્રમણ વધવા લાગ્યું છે.


મહારાષ્ટ્ર અને કેરળે જાહેર કરી એડવાઈઝરી


કોરોનાના આ બે વેરિએન્ટ અંગે કેન્દ્ર સરકારે તો કોઈ એડવાઈઝરી કે વોર્નિગ જાહેર કરી નથી પણ મહારાષ્ટ્ર અને કેરળ સરકારે એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ બંને રાજ્ય સરકારોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.


બંને વેરિએન્ટ અત્યંત સંક્રામક 


કોરોનાના બે નવા જિનેટિક વેરિએ્ન્ટ XBB અને XBB1ને અત્યંત સંક્રામક માનવામાં આવે છે. પેકિંગ યુનિવર્સિટીમાં BIOPICના આસિસ્ટન્ટ પ્રોફેસર યુનલોંડ કાઓના જણાવ્યા પ્રમાણે XBB વેરિએન્ટ એન્ટિબોડીને ચકમો આપનારો વેરિએન્ટ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે XBB ઓમિક્રોનના  BA.2.75.2 અને BQ.1.1થી વધુ ખતરનાક છે. આ વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરી શકે છે. કોરોનાના અન્ય વેરિએન્ટ કરતા XBB સૌથી વધુ ખતરનાક છે. કેરળના આરોગ્ય મંત્રીએ પણ જણાવ્યું કે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થતા 1,8 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને વૃદ્ધો તથા કોઈ બિમારીઓથી પિડાઈ રહેલા લોકો આ નવા વેરિએન્ટથી ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે.    


વિશ્વના આ દેશોમાં કોરોનાના કેસ વધ્યા


ચીનમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેના કારણે દેશના અનેક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમેરિકા, સિંગાપુર, અમેરિકા, બાંગ્લાદેશ, યુરોપ અને અમેરિકામાં આ નવો વેરિએન્ટ મળી આવ્યો છે. સિંગાપુરમાં કોરોનાના નવા કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે