કરોડોના ખર્ચે કરાતો ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 16:03:07

વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ પાર્ટી કરોડોનો ખર્ચ કરી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજકીય પાર્ટી કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે 344.27 જેટલો ખર્ચ કર્યો છે. અચરજની વાતતો એ છે કે ચૂંટણી ખર્ચ કરતા 58 ટકા જેટલો વધારે છે.

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

gujarat bjp: BJP in Gujarat sets the ball rolling for state elections at  the end of the year - The Economic Times

5 રાજ્યોમાં ભાજપે કર્યો છે અધધધ કરોડનો ખર્ચ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. ભાજપ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ખર્ચમાં ભારે વધારો કર્યો છે. કોંગ્રેસે 2017માં 108.14 કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે 2022માં કોંગ્રેસે 194.80 કરોડનો ખર્ચ કર્યો છે.   

વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ચૂંટણી ખર્ચાના અહેવાલનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડેટા પ્રમાણે ભાજપે 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 221.32 કરોડનો ખર્ચ કર્યો છે. ગોવામાં ભાજપે 19.07 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષની ચૂંટણી પ્રચાર માટે 23.52 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે 43.67 કરોડનો ખર્ચો કર્યો છે. 2017માં મણિપુર માટે 7.86 કરોડનો ખર્ચો છે જ્યારે 23.48 કરોડનો ખર્ચ ઉત્તરાખંડમાં પ્રચાર માટે કર્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે