મુંબઈ એરપોર્ટથી ડ્રગ્સ ઝડપાયો !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 18:17:30

ડ્રગ્સ પકડવાના કેસ રોજ સામે આવે છે ત્યારે આજે મુંબઈથી મહિલાના સેન્ડલમાંથી ઝડપાયું 4.9 કરોડનું કોકેઈન સાથે મહિલા ની ધડપકડ મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવી છે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મહિલાની ધરપકડ કરી હતી, જે 490 ગ્રામ કોકેઈનને છુપાવીને લઈ જતી હતી.મહિલા પાસેથી મળી આવેલા કોકેઈનની કિંમત 4.9 કરોડ રૂપિયા હતી. અને મહિલાના સેન્ડલમાંથી આ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે


 

આ મામલે અધિકારીએ જણાવ્યું કે કોકેન ચપ્પલમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલી મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.પેસેન્જર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે, સાથે સાથે તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીના વિગતોની રાહ જોવાઈ રહી છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે