ગુજરાતમાં ચૂંટણી પહેલા રૂ.114.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, આ ઈલેક્ટોરલ બોન્ડ શું છે?


  • Published By :
  • Published Date : 2022-11-20 16:42:01

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ જાહેર કરેલા ડેટા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રૂ. 114.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તે જાન્યુઆરી 2018 થી રાજ્યમાં ખરીદાયેલા બોન્ડના 33 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે "દેશમાં રાજકીય ફંડિગની સિસ્ટમને સાફ કરવા" માટે ઈલેક્સન બોન્ડ સ્કીમ સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવી હતી.


કોઈ પણ પક્ષે બોન્ડ રિડીમ ન કર્યા 


જો કે,  ADRના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોઈ પણ બોન્ડને રિડીમ કે રોકડ કરવામાં આવ્યા નથી. આનો સીધો અર્થ એ છે કે બોન્ડ્સ અલગ જગ્યાએ રોકડ કરવામાં આવે છે અને રાજકીય પક્ષોના રાજ્ય એકમોને આનો લાભ મળ્યો નથી. ચૂંટણી પ્રચાર માટે ભંડોળના એક સાધન તરીકે ચૂંટણી બોન્ડનો મોટાભાગે ઉપયોગ થાય છે.


ADRના  ડેટા મુજબ જાન્યુઆરીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ગાંધીનગર શાખામાંથી રૂ. 33 કરોડના 132 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. ખરીદવામાં આવેલા 110 બોન્ડ્સ પૈકીના પ્રત્યેકની કિંમત 10 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયાના 22 બોન્ડ્સનો સમાવેશ થાય છે ઓક્ટોબરમાં, રૂ. 81.5 કરોડના વધારાના 86 બોન્ડ્સ - રૂ. 1 લાખના મૂલ્યના પાંચ બોન્ડ અને અનુક્રમે રૂ. 1 કરોડના મૂલ્યના 81 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.


ADRનો રિપોર્ટ દર્શાવે છે કે જાન્યુઆરી 2018 થી ઑક્ટોબર 2022 સુધીમાં આ યોજના માટે રાજ્યની એકમાત્ર સત્તાવાર બેંક શાખા ગાંધીનગર એસબીઆઈમાં કુલ રૂ. 343 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા છે. આ સમયગાળામાં ખરીદાયેલા કુલ 595 બોન્ડમાંથી 280 દરેકની કિંમત 10 લાખ રૂપિયા છે અને 315ની કિંમત 1 કરોડ રૂપિયા છે. ADRના ડેટા મુજબ, ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીના મામલે મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, નવી દિલ્હી, ચેન્નાઈ અને ભુવનેશ્વર પછી ગાંધીનગર દેશમાં સાતમા ક્રમે છે.


બોન્ડ્સના ખરીદારો અંગે ભારે ગુપ્તતા 


ગુજરાતમાં કોણે ચૂંટણી બોન્ડ્સ કોણે ખરીદ્યા તે અંગે ભારે ગુપ્તતા રાખવામાં આવે છે. આ તમામ બોન્ડના ખરીદદારોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. ફક્ત અધિકૃત બેંકના એસબીઆઈ મેનેજર બોન્ડ ખરીદારોની ઓળખ જાણે છે. જો કે, બોન્ડની ખરીદીના અંગે અનુમાન કરી શકાય કે રૂ. 1,000 થી રૂ. 10 લાખની વચ્ચેના ઓછા મૂલ્યના બોન્ડ સામાન્ય રીતે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવે છે, જ્યારે રૂ. 1 કરોડની કિંમતના બોન્ડ ઉદ્યોગપતિઓ અથવા કોર્પોરેટ ગૃહો દ્વારા ખરીદવામાં આવે છે.


મોદી સરકારે બોન્ડ ખરીદીની મુદ્દત વધારી


કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા 2018માં જારી કરાયેલ અગાઉની સૂચના મુજબ, બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં 10 દિવસ માટે ખરીદી શકાય છે. 8 નવેમ્બરના રોજ, મંત્રાલયે ચૂંટણી વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડના વેચાણ માટે વધારાના 15 દિવસની છૂટ આપવા માટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ 2018માં સુધારાની સૂચના આપી હતી.


પરંતુ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકારે ચૂંટણી દરમિયાન તારીખ વધારવા માટે સુધારો કર્યો. આ વર્ષે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાનો છેલ્લો તબક્કો 31 ઓક્ટોબરે પૂરો થયો હતો, જ્યારે નવેમ્બરમાં 9 અને 15 વચ્ચે નવો તબક્કો શરૂ થયો છે. જો કે આ અંગે ADR સાથે જોડાયેલા  કોમોડોર લોકેશ બત્રાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે કે સરકારના સુધારામાં "મોડેલ કોડ ઓફ આચારસંહિતા (MCC)નું ઉલ્લંઘન થાય છે. બોન્ડના વેચાણનો આ 23મો તબક્કો છે. તે 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સાથે એકરુપ છે. 


ઈલેક્ટોરલ બોન્ડ શું છે?


ઈલેક્ટોરલ બોન્ડ એ પ્રોમિસરી નોટ અથવા બેરર બોન્ડની પ્રકૃતિનું એક મની ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા વ્યક્તિઓના સંગઠન દ્વારા ખરીદી શકાય છે, જો કે તે વ્યક્તિ ભારતનો નાગરિક અને જે-તે સંસ્થા ભારતમાં સ્થપાયેલી હોવી જરૂરી છે.


ઈલેક્ટોરલ બોન્ડ એટલે એક એવો બોન્ડ જેના પર એક ચલણી નોટની જેમ તેની વેલ્યૂ અથવા મૂલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, કંપની – સંસ્થા અને સંસ્થાઓ વતી રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકે છે. સૌ પ્રથમવાર ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ 2018 દરમિયાન થયું હતું.


ફાઈનાન્સ એક્ટ 2017 હેઠળ ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટમાં સુધારો કરીને આવા બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. બીજા શબ્દો કહીયે તો ઇલેક્ટ્રોલ બોન્ડ એ રાજકીય પક્ષો માટે નાણાંકીય ભંડોળ ઉભું કરવાનું એક માધ્યમ છે.


ગુજરાતમાં SBIની બ્રાંચ  ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ 


ગુજરાત માટે ગાંધીનગર સેક્ટર-10માં આવેલી એસબીઆઇની ઝોનલ કચેરીથી ઇલેક્ટ્રોલ બોન્ડનું વેચાણ કરાય છે. એક આરટીઆઇની માહિતી અનુસાર ગુજરાતમાં પાછલા નાણાંકીય વર્ષે 114.5 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચાયા હતા. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 343 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .