દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ED એક્સનમાં, દેશભરમાં લગભગ 40થી વધુ સ્થાનો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:02:46

દિલ્હી લિકર કૌભાંડ કેસને લઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે મોટી કાર્યવાહી હાથધરી છે. EDએ 6 રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. બેંગ્લોર, હૈદરાબાદ, અને ચેન્નઈ સહિત 40 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે. માત્ર હૈદરાબાદમાં જ 25 સ્થળો પર રેડ પાડી હતી. આ કેસમાં ઈડી આજે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે પણ પૂછપરછ કરવાની છે. 


દિલ્હી લિકર કૌભાંડ કેસ અંગે તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ બીજી વખત દરોડા  પાડ્યા છે. આ પહેલા  પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં 45 જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા.



CBIએ લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા તથા IAS અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્લી સ્થિત નિવાસસ્થાન તથા 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થાનો પર છાપા માર્યા હતા.  EDના દરોડા અંગે મનીષ સિસોદિયા નિવેદન આપ્યું હતું કે અગાઉ તેમને CBIના દરોડામાં કંઈ મળ્યું નથી. હવે ED દરોડા પાડશે તેમ છતાં તેમાંથી કંઈ બહાર નહીં આવે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે