દેશમાં સૌપ્રથમ ૨૦૦૯માં નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂને ચાર ચિત્તાની ભેટ આપેલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 12:10:31

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાંથી મંગાવેલ ચિત્તાને છોડવામાં આવ્યા છે. તે પૂર્વેની વાત કરીએ તો જયારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં તેઓએ ૨૦૦૯ માં દેશમાં સૌ પ્રથમ જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તાની ભેટ આપી હતી.


૨૦૦૯ માં દેશમાં સૌ પ્રથમ જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તાની ભેટ આપ્યા બાદ પત્રકારોને સંબોધતા : નરેન્દ્ર મોદી 

દેશના એકમાત્ર જૂનાગઢનું નવાબીકાળનું ઝૂ હાલ એશિયાટિક સિંહો માટેનું સૌથી મોટું સેન્ટર છે, ત્યારે સમગ્ર દેશમાં એકપણ ઝૂ કે જંગલમાં ચિત્તા ન હતા ત્યારે જૂનાગઢ ઝૂ ને ચાર ચિત્તા મળ્યા હતા. ૧૯૪૫ માં જૂનાગઢ ઝૂ માં છેલ્લે ચિત્તા જોવા મળ્યા હતા. ત્યાર બાદ ક્યાય ચિત્તા ન હતા. પરંતુ ૨૦૦૯ માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સક્કરબાગ ઝૂ થી ત્રણ સિંહોના બદલામાં સિંગાપોરથી ચાર ચિત્તા મંગાવવામાં આવ્યા હતા.જો કે આ બે જોડીમાંથી અંતિમ માદા ચિતાનું ૨૦૧૪માં મૃત્યુ થયેલુ.

જૂનાગઢ લવાયેલ ચિત્તા ૨૦૧૧ સુધી કેપ્ટિવિટીમાં રહ્યા હતા

Mysuru Zoo Gets Three Cheetahs from South Africa Under Animal Exchange  Programme | The Weather Channel

ચિત્તાની ફાઇલ તસ્વીર 

જુનાગઢ ઝુ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે ભારતમાં એશિયાટિક ચિતાના લુપ્ત થવાની જાહેરાત સત્તાવાર રીતે ૧૯૫૨માં કરવામાં આવી હતી. હાલમાં એશિયાટિક ચિત્તા માત્ર ઈરાનમાં જ જોવા મળે છે ભારતની આઝાદી પહેલા ઘણા રાજ્યોના શાસકોએ ચિત્તાને કેપ્ટિવિટીમાં રાખવામાં આવ્યા હતા તેમાથી જુનાગઢ રાજ્યએ પણ ચિતાને ઘણા વર્ષો સુધી કેપ્ટિવિટીમાં રાખ્યા હતા. વર્ષ ૨૦૦૬ માં સિંગાપોર પ્રાણી સંગ્રહાલયે આફ્લિન ચિત્તાના બદલામાં સક્કરબાગ જુઓલોજીકલ પાર્કમાંથી એશિયાટિક સિંહો મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી, અને ૬૩ વર્ષ બાદ ૨૦૦૯ માં સિંગાપોરથી ચાર ચિત્તા જુનાગઢ ઝુમા લાવવામાં આવ્યા હતા. આ ચારેય ચિતા લગભગ ૧૨ વર્ષની ઉંમરનું આયુષ્ય કેપ્ટિવિટીમાં ભોગવ્યું હતું અને બે વર્ષના સમય ગાળામાં ૨૦૧૧ સુધીમાં ચારેય ચિતાના મૃત્યુ નીપજ્યા હતા.


૨૫ મે ૨૦૦૯ના દિવસે નરેન્દ્ર મોદીએ જૂનાગઢ ઝૂ ખાતે આવીને બે નર અને બે માદા ચિત્તાને પર્યટકો માટે ડિસ્પ્લેમાં મુક્ત કર્યા હતા. તેઓએ તે સમયે જણાવેલું કે, સમગ્ર વિશ્વમાં એશિયન અને બીજા આફ્રિકન બે પ્રકારના ચિત્તા છે. તેમાં ખાસ  ગુજરાતમાં ચિત્તા આવ્યા હતા અને તેની દેખરેખ માટે પહેલીવાર વર્ગ ૩ ના કર્મચારીઓને ખાસ ટ્રેનીંગ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. ૧૯૪૫ માં છેલ્લે જૂનાગઢ ઝૂ માં ચિત્તા હતા. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.