રસ્તા પર રખડતા 'મોત'થી છુટકારો ક્યારે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 12:06:15

વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કેટલીક સળગતી સમસ્યાઓમાં રખડતા ઢોરનો પ્રશ્ન મહત્વનો છે, શહેરના માર્ગો પર ભટકતા આ ઢોરથી અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. એટલુ જ નહીં થોડા દિવસ પહેલા તો ખુદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રખડતા ઢોરના ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.

ઢોર મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય

હવે રાજ્ય સરકારે રખડતા ઢોરના પ્રશ્નને હલ કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર જે પશુપાલકો પાસે પશુઓને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોય તેઓ પાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પોતાના પશુઓ મુકી શકશે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો પોતાના પશુઓને ઢોરવાડામાં મુકી જઇ શકે તે માટેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ પણ મનપા દ્વારા ઉઠાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો અહીં તેમના પશુઓને વિનામુલ્યે મુકી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઢોરવાડામાં પશુઓને જરુરી તમામ સગવડોનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 08 મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ પણ શરૂ કરશે.

ગુજરાત હાઇકોર્ટનું આકરુ વલણ 

હાઈકોર્ટે રાજ્ય સરકારને 24 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીમાં નક્કર નિર્ણય લેવા ટકોર કરી હતી. જો નિર્ણય નહીં લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને કારણે હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ હતી.તાજેતરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થતા હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લઈ સરકારને કોઈ અસરકારક નિર્ણય લેવા દબાણ કર્યું હતું. રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો.

ઢોર નિયંત્રણ બિલનું ભાવી અદ્ધરતાલ 

વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે વિધાનસભામાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલ રજૂ કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ બિલનો અમલ ન થાય તે માટે માલધારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે સરકારે બિલના અમલીકરણનો નિર્ણય મોકુફ રાખ્યો હતો. ચૂંટણી નજીક હોવાથી રાજ્ય સરકારને પણ માલધારી સમાજને નારાજ કરવો પોષાય તેમ નથી. માલધારીઓ માટે પણ આ ઢોર આવકનો એક માત્ર સ્ત્રોત હોવાથી તેમનો આક્રોશ યોગ્ય હતો. અંતે રાજ્ય સરકારે સામાન્ય રાહદારીઓ,વાહન ચાલકો અને માલધારીઓને પણ અનુકુળ એવો રસ્તો કાઢ્યો છે. 



આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.