સ્થાનિક નેતૃત્વનું મહત્વ ઘટ્યું: રાજ્યની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓ પાર્ટીઓના ચહેરા બન્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 17:36:31


દેશના રાજકારણમાં એક મહત્વનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય નેતાઓનું પ્રભુત્વ જણાય છે. ગુજરાત રાજ્ય વિધાન સભા ચૂંટણી પહેલા થયેલા CSDS-Lokniti surveyમાં આ બાબત જાણવા મળી છે. લોકનીતિ  સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS)એ આ સર્વે કર્યો હતો.


રાજકીય પાર્ટીઓ માટે નેતૃત્વ પરિબળ મહત્વનું


તાજેતરના ભૂતકાળમાં, કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પક્ષોની સફળતા નક્કી કરવામાં નેતૃત્વ પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિબળ કેટલું નિર્ણાયક હોઈ શકે? હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં માત્ર મુખ્ય પ્રધાનને બદલવાની જ નહીં પરંતુ સમગ્ર કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કર્યો હતો તે જોતાં, પક્ષ સંગઠન માટે તેના રાષ્ટ્રીય નેતૃત્વની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ જોઈ હતી તે દર્શાવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) નો ઉદય પણ તેના રાષ્ટ્રીય નેતૃત્વને આભારી છે. 


પાર્ટીથી ઉપર ઉઠેલા નેતાઓ મોદી અને કેજરીવાલ


ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ, મમતા બેનર્જી, અને ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ તેમની પાર્ટી કરતા મોટા બની ગયા છે. આ નેતાઓ તેમની  લોકચાહનાના જોરે એકલા હાથે ચૂંટણી જીતાડવા માટે સમર્થ છે. તેમાં પણ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એવા નેતા બન્યા છે કે તેઓ તેમના રાજ્ય સિવાય પણ અન્ય રાજ્યોમાં લોકપ્રિય બન્યા છે. જેમ કે કેજરીવાલે દિલ્લી અને પંજાબમાં તેમની  લોકપ્રિયતાના જોરે પાર્ટીને જીત અપાવી હતી, હવે તે ગુજરાત જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે.


ગુજરાતમાં મોદી અને કેજરીવાલ મુખ્ય ચહેરો


ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા પ્રચાર અભિયાનમાં આ દ્રશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ અને આપના સ્થાનિક નેતાઓ કરતા મોદી અને કેજરીવાલની રેલીઓમાં વધુ ભીડ ઉમટે છે, લોકો તેમના ભાષણને સાંભળવા ઉત્સુક રહે છે. ગુજરાત ભાજપના નેતાઓ જેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી તથા આપના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ભીડ એકઠી કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની કમાન ભાજપમાં મોદી અને આપમાં કેજરીવાલ પાસે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે