ચૂંટણીમાં કેટલો છે પાટીદાર પાવર, રાજકીય પક્ષો શા માટે આપે છે પટેલોને આટલું મહત્વ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-18 15:07:40

ગુજરાતમાં પાટીદારો સૌથી સંગઠિત સમાજ છે. કોઈ પણ રાજકીય પક્ષ તેમની અવગણના કરી શકે તેમ નથી. પાટીદાર સમાજ શિક્ષણ, બિઝનેશ અને સામાજીક ક્ષેત્રે ખુબ જ પ્રગતિશીલ પણ છે. ભાજપે વર્ષ 2017માં પાટીદારોની અવગણના કરી હતી તો તેને જબરદસ્ત ફટકો પડ્યો અને રાજ્યમાં માત્ર 99 સીટો જ મળી શકી હતી. સૌરાષ્ટ્રમાં તો ભાજપનો લગભગ સફાયો જ થઈ ગયો હતો. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોનો દબદબો યથાવત છે.


ભાજપ, કોંગ્રેસ અને AAPએ કેટલા પાટીદારોને ટિકિટ આપી?


રાજ્યના સક્રિય તમામ રાજકીય પક્ષોએ પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં પણ આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 46 જ્યારે ભાજપે 43, કોંગ્રેસે 17 પાટીદારોને તમના ઉમેદવાર બનાવ્યા છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પટેલ અને બીજા કડવા પટેલ જો કે આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે. આ ચૂંટણીમાં ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે, તેનો અર્થ એ થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.


રાજ્યની 50 સીટ પર પાટીદાર પાવર


ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.


પાટીદાર સાંસદો અને ધારાસભ્યો કેટલા? 


ગુજરાતમાં પાટીદારો પ્રભુત્વ કેટલું છે તે બાબત તો તેમના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા પરથી ખબર પડી જશે. રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. તે જ રીતે રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પણ પાટીદાર છે.


કમનશીબ પાટીદાર મુખ્યમંત્રીઓ


ગુજરાતમાં પાટીદાર મતદારો સંગઠીત હોવાથી રાજ્યમાં સૌથી વધુ 4 પાટીદારો મુખ્યમંત્રી બન્યા છે., જેમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ  અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. તેમાં પણ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ તમામ પાટીદાર મુખ્યમંત્રીઓ તેમની પાંચ વર્ષ વર્ષની ટર્મ પણ પુરી શક્યા ન હતા. બાબુભાઈને કટોકટી, ચીમનભાઈને નવનિર્માણ આંદોલન કેશુભાઈ પટેલ ને  એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. જ્યારે આનંદીબેન પટેલ તો પાટીદાર અનામત આંદોલનનો જ ભોગ બન્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે