સરકારની બાંહેધરી સ્વીકારવી કે નહીં તે અંગે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મી યુનિયનમાં તડાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 11:25:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉઠેલા કર્મચારી આંદોલનોથી ચિંતિંત ભૂપેન્દ્ર પટેલની સરકારે  મંત્રીઓની ઉચ્ચ કક્ષાની કમિટી બનાવી હતી. આ 5 મંત્રીઓની આંદોલન કમિટી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. પંચાયત હસ્તકના વર્ગ 3 ના આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લીધી હતી. જેના પગલે હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિતની કમિટીએ આપી દીધી છે.


સરકારે કેટલી માંગણી સ્વીકારી?


આરોગ્ય કર્મચારી મહાસંઘ કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આ અંગે  જણાવ્યું કે, પંચાયત હસ્તકના 16 હજાર આરોગ્ય કર્મચારીઓ છે. પગારની વિસંગતતાને કારણે કર્મચારીઓમાં અસંતોષ હતો. જો કે સરકારે 1 મહિનાની અંદર નિકાલ માટેની બાંહેધરી આપી છે. પગારની વિસંગતતા અને ક્ષતીઓ દુર કરવાની પણ બાંહેધરી આપી છે. એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.


યુનિયનમાં પણ ભાગલા પડ્યા 


જો કે આ પ્રતિનિધિ મંડળ બહાર આવ્યા બાદ હવે આ યુનિયનમાં પણ બે તડાં પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એક ગ્રુપ સરકાર પર વિશ્વાસ રાખીને પરત ફરી જવા માંગે છે. જ્યારે બીજુ ગ્રુપ જ્યાં સુધી આ નિર્ણય અંગેનો GR કે અમલીકરણ પત્ર ન બને ત્યાં સુધી પરત નહીં જવાનો હિમાયત કરે છે. જેના કારણે હવે આંદોલન LRD આંદોલનની જેમ જ વિમાસણની સ્થિતિમાં છે. 


આરોગ્ય કર્મચારીઓની માંગણી શું હતી?


1 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો લાંબા સમયથી ઉકેલ લાવવા માટે માંગ હતી.

2 2017,2019 અને 2021 માં કર્મચારીઓ માંગણીઓ મુદ્દે હડતાળ પર હતા

3 અગાઉ સરકારે આશ્વાસન આપ્યું હતું જો કે અમલ થયો નહોતો

4 ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ

5 કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ

6 આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવાની માંગ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે