ચંદ્રયાન-3ની અતથી ઈતિની માહિતી, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં શું છે તફાવત? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-14 10:35:23

ચંદ્રયાન 3 લાખ 84 હજાર કિલોમીટર પાર કરીને ચંદ્ર સુધી પહોંચી ગયું હતું પણ ચંદ્ર પર પહોંચતા સમયે થોડુંજઅંતર બાકી હતું ત્યારે ટેક્નિકલ ખામી આવી ગઈ અને સંપર્ક ન થઈ શકતા ચંદ્રયાન પહોંચી ન શક્યું. ભારતના વૈજ્ઞાનિકોએ હાર ન માની. અવિરત પ્રયાસ અને મહેનત બાદ વૈજ્ઞાનિકો દુનિયાની સામે લઈને આવ્યા ચંદ્રયાન-3 પ્રોજેક્ટ. ચંદ્રયાન 3 ભારતનું ત્રીજું લુનાર એસ્કપ્લોરેશન છે. ફરીવાર ઈસરોએ ચંદ્રયાન ટુ બાદ 650 કરોડના ખર્ચે હિંમત દાખવી છે આ સાહસ કરવાની.જો ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી જશેતોભારત રશિયા, ચાઈના અને અમેરિકા બાદનો એવો ચોથો દેશ બની જશે જે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. પણ સોફ્ટ લેન્ડિંગ એટલે હોય છે શું તો એમાં કશું જ નથી તેનો સીધો મતલબ થાય છે કે લેન્ડિંગ બાદ સ્પેસક્રાફ્ટનો ભાગ સેફ હોય.. અને જો ચંદ્રયાને ત્રીજા પ્રયાસમાં સોફ્ટ લેન્ડિંગ કરી લીધું તો ભારતને અનેક આંતરરાષ્ટ્રીય અવકાશ પ્રોજક્ટ મળી શકે છે. જો કે એવું નથી કે ભારતને આંતરાષ્ટ્રીય સ્પેસ પ્રોજેક્ટ નથી મળતા. ખરેખરમાં ભારતની પરિસ્થિતિ હાલ એવી છે કે તે પહેલા એક બે યાન છોડતા હતા પણ હવે સેટેલાઈટના  જુમખાને જુમખા અવકાશમાં મોકલી રહ્યા છે. 


સેટેલાઈટના માધ્યમથી થાય છે હવામાનની આગાહી

સ્પેસમાં મોકલવામાં આવતા સેટેલાઈટને કારણે હવામાનન લઈ અનેક આગાહીઓ કરવામાં આવે છે. થોડા સમય પહેલા આવેલું બિપોરજોય વાવાઝોડું જ આ વાતની સાક્ષી પૂરે છે. હવામાન વિભાગની આગાહીઓ આવતી હતી કે હવાની ગતી કેટલી છે, કેટલો વરસાદ પડી રહ્યો છે... દ્વારકાથી કેટલું દૂર છે... કચ્છ બાજુ જ કેમ બિપોરજોય આવી રહ્યું છે અરબ દેશો બાજુ કેમ નથી જતું... આ બધી માહિતી હવામાન વિભાગે આપી હતી એ એટલા માટે આપી હતી કારણ કે આપણે સ્પેસમાં યાન અથવા સેટેલાઈટ છોડેલી છે જે આ બધી માહિતી પહોંચાડે છે અને તેના કારણે જ માણસને ઘણો બધો ફાયદો થાય છે... 


ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3માં શું ફરક છે? 

આ તો થઈ સેટેલાઈટ વિશેની વાત. જાણીએ ચંદ્રયાન 3 કેમ ચંદ્રયાન 2થી કેટલું અલગ છે.. સૌથી પહેલા વાત કરીએ પેલોડની... 2019માં પેલોડમાં ઓર્બિટર, રોવર અને લેન્ડર હતું પણ ચંદ્રયાન ત્રણમાં થોડો બદલાવ છે.. આ યાનમાં ખાલી રોવર અને લેન્ડર જ છે.. ઓર્બિટર નથી.. અને એ એટલા માટે નથી કારણ કે આપણે ચંદ્રયાન ટુમાં ઓર્બિટર ચંદ્ર પર મોકલી ચૂક્યા છીએ.. ચંદ્રયાન ટુમાં આપણું એન્જિન એટલું બધુ પાવરફુલ ન હતું જેના કારણે તે લેન્ડ કરતા સમયે પોતાની ગતિ ધીમી ન પાડી શક્યું પણ હવે એવું નહીં થાય,. હવે ચંદ્રયાન ત્રણનું એન્જિન વધારે પાવરફુલ છે.. 


ચંદ્રયાન-2ની અસફળતાથી લીધો અનુભવ 

અને તેમાં ખતરો માપવાનું મશીન અથવા તો સિસ્ટમ લગાવામાં આવી છે.. તમને યાદ હોય તો ચંદ્રયાન બે 800 કરોડ રૂપિયામાં થયું પણ ચંદ્રયાન થ્રી 650 કરોડનું જ રહેવાનું છે એટલે કે કિંમત ઘટી છે.. સાદી રીતે કહિએ તો ચંદ્રયાન 2 ભલે અસફળ રહ્યું પણ તેની અસફળતાથી પણ આપણને ફાયદો થયો છે અને આપણે વિદ્યાર્થી ભાવે શિખ્યા પણ છીએ. પછીની સૌથી મહત્વની વાત છે અનુભવ. ચંદ્રયાન 2નું લેન્ડિંગ થઈ શક્યું ન હતું. અનુભવમાંથી શીખીને આ વખતે પાવરફુલ લેન્ડર જોડવામાં આવ્યું છે. લેન્ડરના પગ પહેલા કરતા વધારે મજબૂત બનાવ્યા છે.. તેના કારણે ચંદ્રયાન 3  લેન્ડિંગ સમયે વધારે મજબૂત થશે અને ચંદ્રના વાતાવરણમાં જે ઘર્ષણો આવશે કે પછડાટ આવશે તેનાથી બચી શકશે.. ત્યાર પછીનું સૌથી મહત્વનું પાસું છે લોન્ચ વેહિકલ..  ચંદ્રયાન 3 લોન્ચ વેહિકલમાં 4 હજાર કિલોનું વજન સહન કરી શકે તેવી સુવિધા છે.. 


પણ આવું બધું કરીને ભારતને શું મળશે? 

અવકાશ પ્રોગ્રામથી આપણે આપણા પોડોશી દેશની હિલચાલ પર નજર રાખી શકશું... ચીન કે પાકિસ્તાન કોઈ સળી કરશે તો આપણને સીધી ખબર પડી જવાની છે કે કંઈક આડા અવડું થવાનું છે... ચીન કે પાકિસ્તાન જમીન મારફતે કે દરિયા મારફતે કોઈ હુમલો કરે કે છેડખાની કરવાનો પ્લાન બનાવે તો સેટેલાઈટ બધી માહિતી ભારતને પહોંચાડી દે છે. એ ઈસરો જ છે જે આપણને આપણું ભૂગોળ ભણાવે છે... એક એક માહિતી પહોંચાડીને.. 


ઈસરો કુદરતી આપદા વિશે આપે છે માહિતી 

ઈસરોના કારણે આપણે કુદરતી આપત્તી એટલે કે સુનામી કે ભૂકંપ કે વાવાઝોડાની માહિતી મેળવી શકીએ છીએ અને બાકી પણ અનેક કામો એવા છે જે કરી શકીએ છીએ.. આપણે ખેડૂતોને હવામાનની માહિતી આપી શકીએ છીએ,, દરિયાઈ ખેડૂઓને સાવચેતી આપી શકીએ છીએ. આતંકવાદી પ્રવૃતિ રોકાવી શકીએ છીએ અને ખાસ તો ઈન્ટરનેટ સેવાથી સુરક્ષા વધારી શકીએ છીએ... આ તો વાત આપણે કરી ચંદ્રયાનના પ્રોજેક્ટ વિશે  તેમાં ચંદ્રયાન બેથી અલગ શું છે અને ચંદ્રયાનથી ભારતને ફાયદો શું છે... હવે વાત કરીએ એવા શબ્દોની જે ચંદ્રયાન સાથે જોડાયેલા છે.. જેવા કે પ્રપલ્શન મોડ્યુઅલ, લેન્ડર, રોવર, ઓર્બિટર વગેરે વગેરે... 


રોવરને ચંદ્રયાન-3માં કરવામાં આવ્યું છે ફિટ

પ્રોપલ્શન મોડ્યુઅલ એટલે કે એક ખોખા જેવી વસ્તુ જે લેન્ડર અને રોવરને ચંદ્રની ભ્રમણ કક્ષાના 100 કિલોમીટર સુધી લઈ જાય છે..એના પછી આવે છે લેન્ડર. જેનું કામ હોય છે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવું. ખોખા જેવી આ આક્રુતીના ચાર પગ હોય છે જે ચંદ્ર પર લેન્ડ થાય ત્યારે લાગતા ઝટકાને શોષી લે છે. લેન્ડરની અંદર જ રોવર અને બાકીના બધા સાઈન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે. પણ આ રોવર શું હોય છે તો ચાલો રોવર વિશે વાત કરીએ.. રોવર એટલે એક હરતી ફરતીગાડી જે ચંદ્રની સપાટી પર ફરે છે અને ચંદ્રના સેમ્પલ વગેરે ભેગા કરે છે જેની ધરતી તપાસ થાય છે. આ સેમ્પલથી જ સમજી શકાય છે કે ચંદ્ર શેનોબન્યો છે, બ્રહ્માન્ડ શેનું બન્યુંછે... બ્રહ્માન્ડના નાના એવા ભાગને સમજી શકાય છે... 


ભારત સુધી ચંદ્રને લઈ માહિતી પહોંચાડશે ચંદ્રયાન 

તમને યાદ હોય તો ખેતરમાં પક્ષીઓ ધાન ન ખાય જાય તેના માટે એટલે કે પક્ષીઓ ઉડાડવામાટે ગોફણ હોય છે.. જેમાં પથ્થર નાખીને ફેરવીને પછી પથ્થર તેમાંથી છોડવામાં આવે છે જે પથ્થર ઘણોદૂર સુધી જાય છે.. આમાં એક બળ લાગે છે જેનું વૈજ્ઞાનિક ભાષામાં નામ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ.  ચંદ્રયાન જ્યારે પૃથ્વી પરથી ઉપર જાય છે ત્યારે તે પૃથ્વીની ફરતે ગતિથી ફરે છે... જ્યારે યાન એકદમ ગતિ પકડી લે ત્યારે તે પોતાની ધરી છોડી દે છે અને દૂર સુધી પહોંચી જાય છે. ત્યાર પછી જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર આવે ત્યારે પણ આવી જ રીતે ગોળ ફરે છે અને પોતાની ઝડપ ધીમી કરે છે.. ચંદ્રના સાઉથ પોલર ભાગ પર પહોંચી ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. ચંદ્રયાન સાઉથ પોલ ભાગમાં ઉતરવાનું છે ત્યાં મોટા મોટા ખાડા છે.. આ ખાડાની અંદર પાણી પણ છે અને મોટી માત્રામાં મીનરલ પણ છે..જેનીસ્ટડી ચંદ્રયાન કરવાનું છે.  તે સિવાય આ વસ્તુ ચકાસશે કે ચંદ્ર પર આંચકા આવે છે કે નહીં..બીજી વસ્તુ ચકાસશે કે ચંદ્ર પર કેટલી ગરમી છે.. ત્રીજી વસ્તુ છે તે ચંદ્રની ધરતી પર પ્લાઝ્મા વિશે માહિતી મોકલાવશે.. ચોથો ભાગ એવો છે જે ચકાસશે કે ચંદ્રનું પૃથ્વી પરથી કેટલું અંતર છે..



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.