અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સેનાનું હેલિકેપ્ટર ચિત્તા થયું ક્રેસ, એક પાયલટનું મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:22:44

અરૂણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં એક મોટી ઘટના બનવા પામી છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય આર્મીનું ચિત્તા નામક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં એક પાયલટનું મોત નિપજ્યું છે. 

એક પાયલટની સ્થિતિ અત્યંત નાજૂક

મળતી વિગતો અનુસાર હેલિકોપ્ટર પોતાની નિયમિત ઉડાન ભરી રહ્યું હતું જે દરમિયાન આ ઘટના બનવા પામી છે. આ દુર્ઘટના કેવી રીતે બની તેનું કારણ હજી બહાર નથી આવ્યું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર થનાર લેફ્ટિનેંટ કર્નલ સૌરભ યાદવનું મોત થયું છે. જ્યારે બીજા પાયલટોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.

           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે