દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે International Literacy Day, જાણો આ દિવસનો ઈતિહાસ અને જીવનમાં સાક્ષરતાનું મહત્વ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-08 11:57:48

દરેક માનવીના જીવનમાં સાક્ષારતાનું મહત્વ વિશેષ રહેલું હોય છે. સાક્ષરતા જીવનને નવી દિશા આપે છે, માનવીને જીવનમાં શું કરવું છે તેની સમજ આપે છે. દેશના દરેક નાગરિક સુધી સાક્ષરતા પહોંચે , લોકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતાનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ થવું. લોકો શિક્ષણનું, સાક્ષરતાનું મહત્વ સમજે તે માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. અનેક યોજનાઓ બનાવવામાં આવે છે. ભારતમાં પણ સાક્ષરતાને લઈ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. 


દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે વિશ્વ સાક્ષરતા દિવસ 

વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઈતિહાસની વાત કરીએ તો 1966થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. 7 સપ્ટેમ્બર 1965ના રોજ યુનેસ્કોમાં 8 સપ્ટેમ્બરને આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે બાદ આગલા વર્ષે એટલે આ દિવસ ઉજવવાનો શરૂ થઈ ગયો હતો. 1966થી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  


શિક્ષણ દેશના વિકાસમાં ભજવે છે મહત્વનો ફાળો   

સાક્ષરતાનું ખાસ તાત્પર્યએ છે કે લોકો લખતા અને વાંચતા શીખે, સાક્ષરતાને કારણે બુદ્ધિનો વિકાસ થાય છે, નવી નવી વસ્તુઓ, નવા નવા આઈડિયા આવે છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ મહત્વનો ફાળો ભજવે છે. સમાજમાં શિક્ષણનું મહત્વ વધે, લોકો ભણવા માટે પ્રેરાય તે હેતુથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. કહેવાય છે કે સમાજ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત થશે. દેશમાં શિક્ષિત લોકો હશે તો દેશની ઉન્નતિ જલ્દી થશે તેવું માનવામાં આવે  છે. શિક્ષણ દેશના વિકાસમાં મહત્વનો ફાળો ભજવે છે.  


આ કારણોસર અનેક વિદ્યાર્થીઓ નથી ભણી શક્તા

મહત્વનું છે કે ભણવું તો દરેક વ્યક્તિ માટે અગત્યનું હોય છે. જો શિક્ષણ મેળવ્યું હશે તો સ્પર્ધાત્મક દુનિયામાં આપણે ટકી શકીશું. દુનિયા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જો આ દુનિયામાં ટકવું હશે તો ભણવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં અનેક બાળકો એવા હશે જે શાળાએ નહીં જતા હોય. અનેક જગ્યાઓ એવી હશે જ્યાં બાળકોને ભણવાની ઈચ્છા હશે પરંતુ શાળાઓ ન હોવાને કારણે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા.  



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..