કેદારનાથ જતું હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોનાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:50:05

ઉત્તરાખંડમાં કેદારનાથ જતું હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત થયા છે. આ હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ લઈ જતું હતું તે દરમિયાન દુર્ઘટના ઘટી હતી. ફાટાથી કેદારનાથ ધામ જઈ રહ્યું હતું હેલિકોપ્ટર. 


હેલિકોપ્ટર ક્રેશ થતાં છ લોકોના મોત 

ઉત્તરાખંડના ફાટાથી શ્રદ્ધાળુ અને પાયલટ સહિત છ લોકો કેદારનાથ જવા નીકળ્યા હતા. હેલિકોપ્ટર ગરુડચટ્ટી પહોંચતાની સાથે જ ખરાબ હવામાનના કારણે કાબૂમાં રહ્યું ના હતું. આ દરમિયાન હેલિકોપ્ટર જમીન પર પટકાયું હતું અને તેમાં છ લોકોના મોત થઈ ગયા છે. ઉત્તરાખંડ મુખ્યમંત્રીના અંગત મુખ્ય સચિવે સત્તાવાર જાહેરાત કરી છ લોકોના મોતની જાણકારી આપી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે