મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી કમ મંત્રી પાસેથી મંગાવ્યા લોકેશન, જાણો શા માટે કરાઈ આ કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-06 16:21:20

ગામમાં વિકાસ થાય તે માટે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની નિમણૂંક કરવામાં આવતી હોય છે. ગામડામાં વિકાસના કામો થાય છે કે નહીં તે માટે તલાટી કમ મંત્રીઓના કામ પર જિલ્લા વિકાસ અધિકારી નજર રાખતા હોય છે. અનેક વખત આપણે જ્યારે સરકારી કામ કરવા જતા હોઈએ છીએ ત્યારે તે સ્થળ પર હાજર નથી હોતા. ત્યારે મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારીએ સપાટો બોલાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીને ફરજ સમયે ફોન કરી લોકેશન મંગાવવામાં આવી રહ્યા છે. પોતાની ફરજ દરમિયાન તેઓ કાર્યરત છે કે નહીં તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અનેક તલાટી કમ મંત્રી અનિયમિત જણાતા પગાર કાપવા સહિત નોટિસ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Geolocation Mobile Marketing: Location-Based Mobile Marketing

જિલ્લા વિકાસ અધિકારીએ કરી કાર્યવાહી 

જ્યારે આપણે સરકારી ઓફિસમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને ખરાબ અનુભવ થતા હોય છે.સરકારી અધિકારી પોતાના ફરજ સ્થળ પર હાજર નથી હોતા. ત્યારે સરકારી અધિકારીઓની સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહિસાગરમાં જિલ્લા વિકાસ અધિકારીએ સપાટો બોલાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રીને ફરજ સમયે ફોન કરી લોકેશન મંગાવવામાં આવી રહ્યા છે. પોતાની ફરજ દરમિયાન તેઓ કાર્યરત છે કે નહીં તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસમાં 36 તલાટી કમ મંત્રી પાસેથી જિલ્લા વિકાસ અધિકારીએ ફરજ પરના લોકોશન મંગાવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ તસાટી કમ મંત્રીને ફોન કરી લોકેશન મંગાવવામાં આવ્યા છે. 


અનિયમિત ગણાતા તલાટી કમ મંત્રી કરાઈ રહી છે કાર્યવાહી 

અનિયમિત ગણાતા તલાટી કમ મંત્રી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પગાર કાપવામાં આવી રહ્યા છે. તો કોઈને નોટિસ ફટકારવામાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપ્રાઈઝ રીતે આકસ્મિક તલાટી કમ મંત્રીના લોકેશન મંગાવવામાં આવી રહ્યા છે. તેઓ ક્યાં લોકેશન પર હાજર છે તે જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. 




રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..