Iran Presidential Electionમાં થઈ મસૂદ પેઝેશકિયનની જીત...આટલા મતથી પ્રતિદ્વંદીને આપી માત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 18:52:38

ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનું છે.. 




શુક્રવારે થયું હતું બીજા તબક્કા માટેનું મતદાન 

અમેરિકાની ચૂંટણીમાં તો હજુ 4 મહિનાની વાર છે પણ ઈરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા છે... અને એવો ચહેરો આવ્યો છે જે અમેરિકાનો વિરોધ કરે છે... ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. ઈરાનમાં શુક્રવારે (5 જુલાઈ) બીજા તબક્કાનું મતદાન થયું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાજ્ય મીડિયા IRNA અનુસાર, પઝેશ્કિયનને 1.64 કરોડ મત મળ્યા, જ્યારે જલીલીને 1.36 કરોડ મત મળ્યા.



19મેના રોજ ઈરાનના રાષ્ટ્રપતિનું થયું હતું દુર્ઘટનામાં નિધન

5 જુલાઈએ 16 કલાક સુધી ચાલેલા મતદાનમાં દેશના લગભગ 50% (3 કરોડથી વધુ) લોકોએ મતદાન કર્યું હતું.ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.તબરીઝના સાંસદ પેઝેશ્કિયનને સૌથી ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. ઈરાની મીડિયા ઈરાન વાયર અનુસાર, લોકો પેઝેશ્કિયનને એક સુધારાવાદી તરીકે જોઈ રહ્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે.



શું છે પેઝેશ્કિયનની રાજકીય સફર?

પેઝેશ્કિયન પૂર્વ સર્જન છે અને હાલમાં દેશના આરોગ્યમંત્રી છે. તેમણે ચર્ચાઓમાં ઘણી વખત હિજાબનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે મોરલ પોલિસિંગનો અધિકાર કોઈને નથી. પેઝેશ્કિયન પહેલીવાર 2006માં તબરીઝથી સાંસદ બન્યા હતા. તેઓ અમેરિકાને પોતાનો દુશ્મન માને છે.પેઝેશ્કિયન ઈરાનમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF)ને લાગુ કરવા અને પશ્ચિમી દેશો તરફથી આર્થિક પ્રતિબંધો દૂર કરવા નીતિઓ અપનાવવા પર ભાર મૂકે છે.ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF) એક એવી સંસ્થા છે, જે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ પર નજર રાખે છે. તે તેના સભ્ય દેશોને ટેરર ​​ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી અટકાવે છે. ઈરાન 2019થી FATF બ્લેકલિસ્ટમાં છે. 



અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા.. 

આ કારણે,IMF, ADB, વિશ્વ બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા ઈરાનને આર્થિક મદદ કરતી નથી.આ ચૂંટણીમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધો, પ્રેસની સ્વતંત્રતા, સ્થળાંતર અટકાવવા જેવા નવા મુદ્દાઓ ચર્ચામાં છે. સૌથી ચોંકાવનારો ચૂંટણી મુદ્દો હિજાબ કાયદાનો છે. ઈરાનમાં હિજાબવિરોધી ચળવળ અને સરકાર દ્વારા તેના પછીના દમનને કારણે 2022માં ઘણા મતદારોના મનમાં આ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...