મુકેશ અંબાણીએ પૂત્ર વધુ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:47:33

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર નાથદ્વારા સ્થિત શ્રીનાથજીમાં ખૂબ માને છે.  શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના સભ્ય અનેક વખત શ્રીનાથજીના દર્શને આવે છે. ત્યારે મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે દર્શન માટે નાથદ્વારા પહોંચ્યા હતા. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને આવે છે. 

Mukesh Ambani and Family take blessings from Lord Shrinathji on their visit  to Nathdwara near Udaipur on 12 September

અંબાણી પરિવારની શ્રીનાથજી પર  આસ્થા

પુષ્ટી માર્ગના અનુયાયી મુકેશ અંબાણી નાથદ્વાર સ્થિત શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત ઈશા અંબાણીના લગ્નની શરૂઆત  પહેલા શ્રીનાથજીની મહાઆરતી કરવામાં આવી હતી.  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. કોઈ પણ મોટા કાર્યનો પ્રારંભ કરતા પહેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને અવશ્ય આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલા અંબાણી પણ શ્રીનાથજી પર અતુટ આસ્થા ધરાવે છે. તે ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઠી પણ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. તાજેતરમાં મુકેશ અંબાણી અને રાધિકા શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત અનંત અંબાણી પર નિયમિત પણે શ્રીનાથજીના દર્શને આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે