2024માં કેન્દ્રમાં સરકાર બનશે તો પછાત રાજ્યોને મળશે વિશેષ દરજ્જો: નીતિશ કુમાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:06:53

લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકિય પક્ષો અત્યારથી જ તેમની રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે દેશમાં બિન-ભાજપા સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થયા બાદ નીતિશ કુમારની આ સૌથી મોટી ઘોષણા છે.


 

બિહારમાં ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. એવું મનાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી કરી શકે છે. જો કે આ બાબત તે નકારી ચૂક્યા છે. મંગળવાર  રાત્રે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે તેમણે મુલાકાત કરી હતી. 



નીતિશ કુમાર આ નેતાઓને મળ્યા હતા


ગયા અઠવાડિયે દિલ્હીમાં નીતિશ કુમારે સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર હતા. તેમણે ગુરુગ્રામમાં હરિયાણાના પૂર્વ સીએમ અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ ચર્ચા કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે