કોરોનાના નવા વેરિએન્ટની દેશમાં એન્ટ્રી, નિષ્ણાતોએ આપી આ સલાહ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 19:44:20

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે.  જો કે એક નવા વેરિએન્ટએ ફરીથી ચિંતા વધારી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ છે. આ વેરિએન્ટનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં BF.7 સબ વેરિએન્ટનાં પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ માહિતી મેળવી છે.


  નવા વેરિએન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ વધ્યા 


નવા વેરિએન્ટ અંગે હેલ્થ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે ચીનમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસની વૃધ્ધી માટે પણ BF.7 અને BA.5.1.7 વેરિએન્ટને જ કારણભુત માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ   BA.5.1.7 અને BF.7 અત્યંત સંક્રામક માનવામાં આવે છે. અને તે દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.


તહેવારોમાં સાવધાની રાખવી અનિવાર્ય


આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોની સીઝન છે જો કે તેમ છતાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, શરદી કે બેચેની જેવા  લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી દેવા જોઈએ. બે રિચર્ય દ્વારા જાણવા મળ્યું છે કે BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટની તુલનામાં પહેલાના રસીકરણ અને એન્ટી બોડીથી બચી જાય છે અને અત્યંત સક્રામક મનાય છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે