વર્ષ 2022માં નોકરી અને રૂપિયા માટે 3.7 લાખ લોકોએ ભારત છોડ્યું, જાણો તેઓ ક્યાં ગયા?


  • Published By :
  • Published Date : 2023-03-15 19:10:26

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે, નોકરી, ધંધા કે પછી અન્ય કારણોથી લોકો વિદેશગમન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 14 માર્ચે લોકસભામાં આપેલી જાણકારી મુજબ વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.


પંજાબમાં વિદેશગમનનો ક્રેઝ?


સંસદના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલના એક પ્રશ્નના જવાબમાં, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ 2022માં અખિલ ભારતીય સ્તરે કુલ 3,73,434 ઈમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પંજાબમાંથી 10,654 ક્લિયરન્સ આપવામાં આવ્યા છે.


કયા દેશો છે હોટ ફેવરીટ?


ભારતીય નાગરિકો મુખ્યત્વે રોજગારી માટે પરદેશમાં સ્થાયી થતાં હોય છે. દુનિયાના આ 18 દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, કતાર, ઓમાન, કુવૈત, બહેરીન, મલેશિયા, લિબિયા, જોર્ડન, યમન, સુદાન, દક્ષિણ સુદાન, અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, સીરિયા, લેબનોન અને થાઇલેન્ડ ભારતીયોમાં હોટ ફેવરીટ છે.


5 વર્ષમાં 8 લાખ લોકોએ મેળવી વિદેશી નાગરિકતા 


સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2015 અને 2020 વચ્ચે એટલે કે 5 વર્ષની વચ્ચે આઠ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. જો કે વર્ષ 2020માં આ આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનું કારણ કોરોના મહામારી હોવાનું માનવામાં આવે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં 163,370 ભારતીયોએ દેશની નાગરિકતા છોડી દીધી હતી. સંસદમાં કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ આવો નિર્ણય "વ્યક્તિગત કારણોસર" લીધો હતો. અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ એટલે કે 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં 23,533 લોકોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા મેળવી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે