રાહુલ-સિદ્ધારમૈયા ભારત જોડો યાત્રામાં સાથે જોડતા નજર પડ્યા !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:41:50

સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનો ફરી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમને કર્ણાટકના પૂર્વ સી એમ  સિદ્ધારમૈયા સાથે દોડતા નજરે પડી રહ્યા છે. કાલે રાહુલ ગાંધી તેમના માતાના બુટની લેસ બાંધતા હતાએ તસવીરો વાઇરલ થઈ હતી આજે તેમણે ભારત જોડો યાત્રામાં દોડતા દેખાઈ રહ્યા છે.  સિદ્ધારમૈયા ગુરુવારે યાત્રામાં સામેલ થયા હતા. રાહુલ ગાંધીની બાજુમાં ચાલી રહ્યા હતા. ત્યારે અચાનક રાહુલ ગાંધીએ તેમનો હાથ પકડી લીધો અને દોડવા લાગ્યા હતા.

 

વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં

વિધાન સભાની ચુંટણી નજીક આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. ત્યારે કોંગ્રેસ હવે કમરકશી લીધી છે હવે કોંગ્રેસની ભારત જોડો યાત્રા કર્ણાટક પોહચી ગઈ છે. યાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા અને આગળ હવે પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં જોડાશે.

 

સોનિયા ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાયા હતા.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કેરળથી શરૂ થઈ હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી. 30 સપ્ટેમ્બરે યાત્રા કર્ણાટક પહોંચી હતી. 21 ઓક્ટોબર સુધી યાત્રા અહી ચાલુ રહેશે. ગુરુવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી યાત્રામાં સામેલ થયાં હતાં. તેમણે રાહુલ ગાંધી અને કાર્યકરો સાથે પગપાળા યાત્રા કરી હતી.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .