વકીલને જમીનનો કબજો ન મળ્યો તો કેસ કર્યો, તપાસ થઈ અને સાબરકાંઠા કલેક્ટરનું કૌભાંડ પકડાયું


  • Published By :
  • Published Date : 2023-09-11 21:34:42

હમણા હમણાથી કલેક્ટરના વિવાદો બહુ વધી ગયા છે એવું લાગી રહ્યું છે. પહેલા એસ કે લાંગા, પછી આણંદના કલેક્ટર ડીએસ ગઢવી અને હવે વિવાદમાં આવ્યા છે સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે. તેમની સામે ખેડૂતોને હેરાન કરવા અને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લાગ્યો છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેષ દવે સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. બંનેની મિલીભગતના કારણે અનેક ખેડૂતોની જમીન જતી રહી છે. 

The District Collector paid a surprise visit to Subjail during the day and  the District Disaster Control Room at Himmatnagar at night | જિલ્લા  કલેક્ટરે દિવસે સબજેલ અને રાત્રે હિંમતનગરમાં જિલ્લા ...

કેવી રીતે કૌભાંડની ખબર પડી?

ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રિતેશ શાહે પૂરાવા સાથે ફરિયાદ કરી છે. થયું એવું હતું કે તેણે સાબરકાંઠાના પુંજીમાં 15 વિઘા જમીન ખરીદી હતી. જમીન લેવાના તેમણે રૂપિયા પણ આપી દીધા હતી પણ તેમણે જમીન ખરીદી હોય એવી કાચી નોંધ પાકી નહોતી થઈ. પરિસ્થિતિ એવી આવી ગઈ હતી કે તે જમીનના ખાતેદાર ન થઈ શકે. વકીલે કાયદેસર કામગીરી કરી હોવા છતાં પાકી કામગીરી ન થતાં તેમને શક ગયો અને પછી ખબર પડી કે અહીં તો કલેક્ટર અને ભૂ માફિયાઓનું સેટિંગ ચાલે છે.    


કલેક્ટર અને ભૂમાફિયાઓનું ચાલતું હતું સેટિંગ

આથી કલેક્ટર અને ભૂમાફિયાઓ સામે ભૂમિ અધિગ્રહણ કાયદા અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો ન્યાયાલયમાં પહોંચ્યો હતો ત્યારે સર્વે નંબરની જગ્યાઓમાં પણ લોચા જોવા મળ્યા હતા. જમીન કૌભાંડ સામે વકીલ પ્રિતેશ શાહ ન્યાયાલયમાં ગયા હતા અને ન્યાયાલય તરફથી હુકુમ કરવામાં આવ્યો હતો કે જમીનની નોંધ થવી જોઈએ. વકીલે કલેક્ટર નૈમેષ દવેને નોંધ કરવા માટે કહ્યું કે હવે તો ન્યાયાલયે આદેશ આપ્યો છે તમારે નોંધ કરવી પડશે ત્યારે પણ કલેક્ટરે અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરવાની ના પાડી દીધી હતી. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સામે આવ્યું છે કે કલેક્ટર સાથે ચીટનીશ હર્ષ પટેલની પણ સાંઠગાંઠ હતી. જેમ જેમ આ મામલે વધુ તપાસ થશે તેમ તેમ સરકારી બાબુઓના કાળા કાંડ ખુલશે તેવી શક્યતા છે. આ મામલે આગળ શું થશે એ તો ખબર નથી પણ કલેક્ટરનું કૌભાંડ ખુલતા બીજા જિલ્લાના કલેક્ટર પણ સાવચેત થઈ ગયા છે. 

જમીનનો 7/12 અને 8-અનો ઉતારો શું છે અને ખેતીલાયક અને બિનખેતી લાયક જમીનની  ખરીદ-વેચાણ પ્રક્રિયામાં કેવી રીતે ફ્રોડ થાય છે? - BBC News ગુજરાતી

જે કંઈ પણ આગળ અધ્યતન માહિતી સામે આવશે એ અમે તમને જણાવતા રહીશું. તમામ અપડેટ માટે તમે જમાવટ સાથે જોડાયેલા રહો. એન્ડ્રોઈડ અને એપલમાં પણ અમારી એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાત દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકો છો અને વીડિયો પણ જોઈ શકો છે.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .