રાજસ્થાન સરકારમાં કઈક નવા જૂની થવાના એંધાણ !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:57:26

રાજસ્થાનમાં કઈક નવા જૂની થવાના એંધાણ

 

રાજસ્થાનની રાજનીતિ ગરમાઈ છે અશોક ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપે તેવી વાતો સામે આવી છે. અને હવે નવા મુખ્યમંત્રીના નામમાં સચિન પાનું નામ સામે આવી રહ્યું છે. સચિન પાલટ દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા છે. જો કે સીએમ પદ માટે કોંગ્રેસ નેતા સીપી જોશીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.

 

રાજસ્થાનમાં બની શકે છે 2  ડેપ્યુટી સીએમ

 

આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની સાથે બે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 26 કે 28 સપ્ટેમ્બરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી શકે છે.

 

ગાંધી પરિવારમાંથી નહીં બને કોંગ્રેસ અધ્યક્ષ

ગાંધી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે તેમના પરિવારમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં. આજે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના નિવાસસ્થાને યોજાશે કોંગ્રેસ વિધેયક દળની બેઠક

 

આજે અશોક ગહલોત મુખ્યમંત્રી પદથી આપી શકે છે રાજીનામું !!!!!!!

 

અશોક ગહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી માટે ઉમેદવાર બન્યા પેહલા પોતાના પદથી રાજીનામું આપી શકે છે. AICC ના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે રવિવારે સાંજે સાત વાગ્યે જયપુરમાં યોજાનારી રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે