સની દેઓલ ગુમ થયાના પોસ્ટર પઠાણકોટમાં લાગ્યા, BJP સાંસદ સામે લોકોમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 19:14:24

પંજાબના પઠાણકોટમાં બીજેપી સાંસદ અને બોલિવૂડ એક્ટર સની દેઓલના ગુમ થવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. સાંસદના ગુમ થવાના આ પોસ્ટરો શહેરના કેટલાય ઘરો, રેલવે સ્ટેશનો અને વાહનોની દિવાલો પર ચોંટાડવામાં આવ્યા છે. સની દેઓલ ગુરદાસપુર લોકસભા સીટથી સાંસદ છે. 2019માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. પોસ્ટર ચોંટાડનારાઓનું કહેવું છે કે સની દેઓલ સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી.


ગુરદાસપુરમાં લોકોમાં ભારોભાર આક્રોશ 


સની દેઓલનો વિરોધ કરી રહેલા એક સ્થાનિકે કહ્યું કે, તે સાંસદ બન્યા બાદ ક્યારેય ગુરદાસપુર આવ્યા નથી. તે પોતાને પંજાબનો દીકરો ગણાવે છે પરંતુ તેમણે કોઈ વિકાસનું કામ કર્યું નથી, ફંડ ફાળવ્યું નથી, કેન્દ્ર સરકારની કોઈ યોજના અહીં લાવ્યા નથી. જો તેઓ કામ કરવા માંગતા ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે