6 મહિના માટે બંધ કરાયા કેદારનાથના દ્વાર, હજારો ભક્તો બન્યા ઘટનાના સાક્ષી


  • Published By :
  • Published Date : 2022-10-27 17:22:23

વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિતકાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરાંત ધાર્મિક વિધિ સાથે કપાટ ભક્તો માટે બંધ કરાયા હતા. આર્મી બેન્ડની ધૂન સાથે બાબાની મૂર્તિ ઓમકારેશ્વર મંદિર લઈ જવાઈ હતી. હજારો ભક્તોની હાજરીમાં બાબા કેદાર ડોલી સાથે નીકળ્યા હતા. યમનોત્રીના દ્વાર પણ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

અભિષેક થયા બાદ ડોલીમાં બિરાજમાન થયા બાબા

26 ઓક્ટોબરના રોજ ગંગોત્રી ધામના દ્વાર શિતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુરૂવારે સવારે 4 વાગે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ભગવાન કેદારની ડોલી મંદિરની બહાર આવી હતી અને ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. પરંતુ બદ્રીનાથના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ થશે.


6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે બાબા કેદારની પૂજા

કોરોનાને કારણે લોકો બહાર નિકળવતાથી ડરતા હતા. ત્યારે આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતા ચારધામમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચારધામની મુલાકાત લીધી હતી. આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શને આવ્યા હતા. મંદિરના દ્વાર બંધ થતા સમયે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને 6 મહિના માટે ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજા થશે. આ વર્ષે 43 લાખ 9 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે