રાહુલ ગાંધી માતાના બુટની લેસ બાંધતી તસવીર થઈ સોશિયલ મીડિયા પર વાઇરલ, પણ લોકોએ ઉઠાવ્યા કેટલાક સવાલો !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:08:18

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. ત્યારે 6 સપ્ટેમ્બર થી શરૂ થયેલી આ યાત્રામાં હવે સોનિયા ગાંધી પણ જોડાયા. હાલ આ યાત્રા કર્ણાટક પોહચી છે. આ યાત્રામાં અનેક નેતાઓ પણ જોડાયા હતા અને સોનિયા ગાંધીના જોડાયા બાદ તેમની અનેક તસવીરો અને વિડિયો વાઇરલ થયા છે . જેમાંથી એક ફોટો ખૂબ વાઇરલ થયો છે જેમાં રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીના પગરખાંની લેસ બાંધી રહ્યા છે અને એક જેમાં તે માતાને કારમાં બેસવાનું કહી રહ્યા છે.


 

મા-દીકરાની આ જોડીને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તે જ સમયે કેટલાક લોકો તેને એક ખેલ કહી રહ્યા છે. સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા છે જ્યારે પાર્ટીના અધ્યક્ષ પદને લઈને હોબાળો ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. રાહુલ અને સોનિયાની તસવીર પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાક લોકોનું તો એવું કહવું છે કે આ કોઈ પ્રેમ ની PR સ્ટંટ છે !!!1



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે