ચીન જઈ રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બની ધમકી, ભારતીય વાયુક્ષેત્રમાં હતું પ્લેન !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:48:16

ઈરાનની ફ્લાઇટમાં બોમ્બ મળ્યા બાદ અત્યારે હંગામો મચી ગયો છે. વિમાન ભારતના હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતએ પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહીં. ઘટના બાદ ભારતીય વાયુ સેન પણ એલર્ટ થઈ ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા. ઘટનાને પગલે દેશનાં તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે.

 

વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝુ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર લેન્ડ કરવા કહ્યું હતું પરંતુ એરક્રાફ્ટના પાઇલટએ ના કહી હતી અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જોકે વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.


 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.