આજે વિશ્વ જળ દિવસે જોઈએ ગુજરાતમાં પાણીની સ્થિતિ અને ભવિષ્ય, છોટા ઉદેપુરની સુચિતાના ઘર સુધી પાણી પહોંચશે ત્યારે સાચો જળ દિવસ....


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-22 18:19:13

પાણી.. આપણે જળ વગર તો જીવનની કલ્પના પણ ન કરી શકીએ આજે વિશ્વ જળ દિવસ પર આપણે અચાનક પાણી બચવવાની વાત કરીશું . પાછું કાલે ઉઠીને ભૂલી પણ જાશું આજે પણ જ્યારે હું પાણી વિષે વિચારું તો મને છોટાઉદેપુરના એ ગામ યાદ આવે જ્યાં લોકો પાણી માટે હજુ વલખાં મારે છે મને કચ્છની એ સરીફા યાદ આવે જે વાવાઝોડા વચ્ચે પણ બેડા લઈને પાણી ભરવા આવી હતી તો વાત કરીએ ગુજરાતમાં પાણીની સમસ્યા એના સમાધાન અને ભવિષ્ય વિષે.. 


આજે, 22 માર્ચ, 2025ના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાણીના મહત્વને ઉજાગર કરવા અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. ગુજરાત, જે એક સમયે દુષ્કાળગ્રસ્ત રાજ્યમાં આવતું હતું , તેણે છેલ્લા બે દાયકામાં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી એક મોટો પડકાર છે.

ગુજરાતમાં પાણીની વર્તમાન સ્થિતિ

ગુજરાત સરકારના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્યના જળાશયોમાં હાલ 55% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ થશે. 2024ના ચોમાસામાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ 99% ભરાઈ ગયો હતો અને રાજ્યના 122 ડેમ સંપૂર્ણ રીતે ભરાયા હતા. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 93.09% પાણીનો સંગ્રહ થયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતે પાણીના સંગ્રહમાં સારી સફળતા મેળવી છે, પરંતુ આ સફળતા દરેક વિસ્તાર સુધી પહોંચી નથી.


ભવિષ્યમાં પાણીની જરૂરિયાત

ગુજરાતની વસ્તી અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લેતા, ભવિષ્યમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. એક અંદાજ મુજબ, 2025 સુધીમાં રાજ્યની કુલ વાર્ષિક પાણીની જરૂરિયાત 44,890 મિલિયન ઘન મીટર (MCM) હોઈ શકે છે, જેમાં ખેતી માટે 67%, ઉદ્યોગો માટે 23% અને ઘરેલુ વપરાશ માટે 8% પાણીનો સમાવેશ થાય છે. હાલમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો આ જરૂરિયાતને પહોંચી વળે છે, પરંતુ વરસાદની અનિશ્ચિતતા અને વધતી વસ્તીને કારણે આ સંતુલન બગડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં પાણીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધી શકે છે.



પાણીની તંગીવાળા વિસ્તારો

ગુજરાતમાં પાણીની સમસ્યા એક સમાન નથી; તે પ્રદેશ અનુસાર બદલાય છે. નીચેના વિસ્તારોમાં હાલ પાણીની તંગી એક મોટી સમસ્યા છે


સરકારની કઈ યોજનાઓ છે?

ગુજરાત સરકારે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અને ‘જલ જીવન મિશન’ જેવી યોજનાઓ દ્વારા પાણીની સમસ્યાને દૂર કરવા પ્રયાસો કર્યા છે. આ યોજનાઓએ 1.07 લાખ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરીને 119,144 લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહ ક્ષમતા વધારી છે. આ ઉપરાંત, નર્મદા નદીના પાણીનું વિતરણ અને ચેકડેમ-તળાવોનું નિર્માણ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો લાવી રહ્યું છે. 2024માં ગુજરાતને ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યું હતું, જે રાજ્યની સફળતાને દર્શાવે છે.



છેલ્લા બે દાયકામાં ગુજરાતે પાણીના સંચય અને વ્યવસ્થાપનમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ પાણીની તંગી એક વાસ્તવિકતા છે. ભવિષ્યમાં વધતી માંગને પહોંચી વળવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ અને જાગૃતિ જેવા પગલાં લેવા જરૂરી છે. આ વિશ્વ જળ દિવસે, આપણે સૌએ પાણીના મૂલ્યને સમજીને તેનો સદુપયોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ, જેથી ગુજરાત ખરેખર જળ સમૃદ્ધ રાજ્ય બને અને છેવાળાના એ માનવી સુધી પણ પીવા લાયક પાણી પહોંચે.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.