ખેડૂતોને દિવાળીની ભેટ: કેન્દ્ર સરકારે 6 રવી પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:39:03


કેન્દ્ર સરકારે ખેડુતોને દિળાળીની ગીફ્ટ આપતા આજે 6 રવી પાકના ટેકાના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ મિટિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી છે. 


કેન્દ્ર સરકારે કયા પાકનો ટેકાનો ભાવ કેટલો વધાર્યો?


કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને સરસવના ટેકાના ભાવ વધાર્યા છે. ઘઉંના ટેકાના ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલા વધારવામાં આવ્યા છે. જેથી હવે ઘઉંનો ટેકાનો ભાવ 110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધીને હવે રવી સિઝન 2023-24 માટે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે ચણાના ટેકાના ભાવમાં રૂ. 105નો વધારો કર્યો છે, જ્યારે મસૂરમાં રૂ. 500, સરસવના રૂ. 400 અને સૂર્યમુખીના ભાવમાં રૂ. 209 પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો છે.


PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં MSP અંગે કરાયો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)ની બેઠકમાં ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકાર ખરીફ અને રવી બંને મોસમમાં વાવેતર કરાતા 23 પાક માટે ટેકાના ભાવ નક્કી કરે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે