અમે બોર્ડર પર છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - સરહદની રક્ષા કરતા દેશના જવાન


  • Published By :
  • Published Date : 2022-10-24 08:56:09

સમગ્ર દેશવાસીઓ દિવાળીનો તહેવાર મનાવી રહ્યા છે. આપણો દેશ સુરક્ષિત છે તેની પાછળનું કારણ છે દેશના સરહદની રક્ષા કરતા આપણા સૈનિકો. દેશની સીમા પર દેશના જવાનો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે જેને કારણે નિશ્ચિત પણે આપણા તહેવારની ઉજવણી કરી શકીયે છીએ. ત્યારે ભારતીય જવાનોએ જમ્મુમાં LoC પર દિવાળી મનાવી છે. 

અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો - ભારતીય આર્મી 

દેશની સુરક્ષા કરવા આર્મીના જવાનો પોતાના ઘરથી તેમજ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. પરિવારથી દૂર રહી તેઓ તહેવારોની ઉજવણી કરતા હોય છે. સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરતા સંદેશો આપ્યો કે અમે બોર્ડર પર ઉભા છીએ, તમે શાંતિથી દિવાળી મનાવો. દીવા  પ્રગટાવી તેમજ ફટાકડા ફોડી આર્મીના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.

  

વડાપ્રધાન મોદી સરહદ પર સૈનિકો સાથે કરશે દિવાળીની ઉજવણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિવાળીનો તહેવાર આર્મી જવાનો સાથે મનાવતા આવ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ દર વર્ષે આર્મીની સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. અલગ અલગ સરહદો પર જઈ તેઓ દિવાળીનો પર્વ મનાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ સરહદ પર પોતાની દિવાળી મનાવાના છે.           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે