વાયુસેના દિવસ આજે જ શા માટે મનાવવામાં આવે છે? વાંચો જમાવટ સ્પેશિયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:48:52

આજના દિવસને દેશભરમાં વાયુ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાયુ સેનાનું વાક્ય 'નભઃ સ્પૃશં દીપ્તમ્' ભગવત ગીતાના 11મા અધ્યાયથી લેવામાં આવ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતીય વાયુસેના દુનિયાની સૌથી ચોથી મોટી વાયુસેના છે. આવો જમાવટ પર જાણીએ ભારતીય વાયુસેનાની વાતો...


આ સમયે થઈ હતી ભારતીય વાયુસેનાની શરૂઆત...

ભારતીય અને પાકિસ્તાનના વિભાજન પહેલા વાયુસેનાની સ્થાપના થઈ ગઈ હતી. 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વ યુદ્ધમાં પણ લડાઈ લડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો આથી ઈંગ્લેન્ડના રાજા જોર્જ છઠ્ઠાએ વાયુસેનાને રોયલ પ્રીફિક્સથી સન્માનિત કર્યા હતા. ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારત આઝાદ થયું ત્યાર બાદ વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો. 


કેવી છે ભારતીય વાયુસેનાની તાકાત?

ભારતીય વાયુસેના પાસે સુખોઈ-30ના 12, જેગુઆરના 6, મિરાજ-2000ના 3, મિગ-29ના 3, મિગ-21ના 4, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના બે અને રાફેલના 2 સ્ક્વાડ્રન છે. આમ ભારતીય સેના પાસે કુલ 42 ફાઈટર સ્વાડ્રનની તાકાત છે.


આવો આપણા એરક્રાફ્ટ વીશે જાણીએ...


ભારતીય વાયુસેનાની શાન છે રાફેલ      


ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ વિમાન છે. આ રાફેલ વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવ્યા હતા. રાફેલ વિમાન ગમે તેવા દુશ્મનો હંફાવવા માટે કાફી છે. રાફેલ વિમાન હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 


મિગ-21 


1960ના દશકમાં વાયુસેનામાં મિગ-21 વિમાનને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું. ભારતના તમામ યુદ્ધમાં દેશની રક્ષા માટે મિગ-21માં ઘણું મોટું યોગદાન રહ્યું છે. આ એ જ વિમાન છે જે વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. વાયુસેના પાસે હાલ મિગ-21ના ત્રણ સ્ક્વોડ્રન છે. 2015માં મિગ-21ને સેવા નિવૃત કરી દેવામાં આવશે. 


સુખોઈ-30 MKI છે વાયુસેનાનું બેકબોન


સુખોઈ-30 MKIને વાયુસેનાનું બેકબોન કહેવામાં આવે છે. વાયુસેના પાસે અઢી સોથી વધુ સુખોઈ-30 MKIના એરક્રાફ્ટ છે. રુસી ટેક્નોલોજીથી બનાવેલા આ વિમાન હવામાનની કોઈ પણ સ્થિતિમાં હુમલો કરવા માટે કટીબદ્ધ છે. આ વિમાનનું નિર્માણ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને રૂસે સાથે મળીને કર્યું છે. સુખોઈ-30 MKI બ્રહ્મોસ મિસાઈલ ફાયર કરવા માટે પણ સક્ષમ છે. 


મિરાજ-2000 


ફ્રાંસની દસોલ્ટ કંપનીએ મિરાજ-2000 વિમાન બનાવ્યા છે જે ભારતીય વાયુસેનામાં ઉપયોગમાં લેવાય છે. મિરાજ-2000એ કારગીલ યુદ્ધથી લઈ બાલાકોટ એરસ્ટ્રાઈક સુધી બખૂબી સેવા આપી છે. વર્ષ 1980ના સમયમાં મિરાજ એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં જોડવામાં આવ્યું હતું.


મિગ-29 


રશિયાની મિકોયાંગ કંપનીએ મિગ-29 વિમાન બનાવ્યા છે. ભારતીય વાયુસેનામાં 70થી વધુ મિગ-29 વિમાન છે. ભારતીય વાયુસેના અને નૌસેના મિગ-29 વિમાનનો ઉપયોગ કરે છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .