દિલ્હી જેવી રાજનીતિ ગુજરાતમાં ચાલશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:39:29

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ આરોપ આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ કરતું જોવા મળે છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ થઈ ગઈ છે. આ ધરપકડને ગુજરાત સાથે જોડવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે.


શું કર્યા પ્રહાર ?

અરવિંદ કેજરીવાલએ ટ્વીટ કરી કહ્યું કે, પેહલા સત્યેન્દ્ર જૈનની ધડપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષ સીસોદિયાના ઘરે રેડ કરવામાં આવી. જેમાં તપાસ સંસ્થાને કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, હજુ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. લાગે છે કે તેઓને ગુજરાતમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે.  


શું છે વાસ્તવિક ઘટના ?

જાન્યુઆરી 2020માં કેન્દ્રીય એજન્સી દ્વારા aap ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને IPCની કલમ 120B હેઠળ વકફ બોર્ડના બેંક ખાતામાં ‘નાણાકીય ઊથલ પાથલ’ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અમાનતુલ્લા જ્યારે વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 33 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી. ઉપરાંત આરોપ છે કે બોર્ડના ખાતામાં હેરાફેરી કરીને પૈસા ઉપાડી લેવામાં પણ આવ્યા હતા. ત્યારે શુક્રવારે aapના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર સહિત બીજા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે