યુવરાજસિંહનું છલકાઈ આવ્યું દર્દ! જાણો કઈ વાતને કારણે યુવરાજસિંહ ચાલું લાઈવમાં રડી પડયા...


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:05

થોડા સમયથી યુવરાજસિંહ અનેક ઘટસ્ફોટ કરતા આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસવાનો મામલો હોય કે પછી પેપર ફૂટવાનો મામલો હોય આવા અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખુલીને બોલ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં રહેલી ખામીઓ તેમજ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા અંગે વાતો કરવા અનેક વખત મીડિયા સમક્ષ યુવરાજસિંહ બોલ્યા છે.


 


પરિવારને હેરાન કરાતા હોવાનો યુવરાજસિંહનો આરોપ!

ત્યારે ગઈકાલે યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કર્યું હતું. જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી હતી. અનેક વખત એવું કહીને ભાવુક થયા હતા કે મારા પરિવારને ખોટી રીતના હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે અનેક વખત તેમને ખોટી રીતે ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. જે બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તે કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા.  


પૂર્વમંત્રી પર યુવરાજસિંહે સાધ્યું નિશાન!

યુવરાજસિંહે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'અનેક વખત તેમને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ફસાવવા અનેક ખોટા પુરાવાઓ ઉભા કરવામાં આવ્યા છે. અનેક કાવાદાવા કરવામાં આવ્યા છે. બદનામ કરવા સામ, દામ,દંડ ભેદની નીતિ અપનાવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં નામ સાથે એક એકને ખુલ્લા પાડવામાં આવશે. જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો છે હું નહીં છોડું. તેમણે કહ્યું હતું કે જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. તમારૂં મંત્રી પદ તમારા કર્મોને કારણે ગયું છે. તમે હજારો વ્યક્તિઓની હાય લીધી છે. તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે તમારૂ પદ ગયું છે.'   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે