મહારાષ્ટ્રમાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ! ભૂષણ પુરસ્કાર સમારોહમાં હાજર લોકોએ લૂ લાગવાને કારણે ગુમાવ્યો જીવ! સરકારે કરી મૃતકોને વળતર ચૂકવવાની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-17 09:33:15

આ વખતની ગરમી આકરી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, અનેક રાજ્યો માટે હિટવેવ તેમજ લૂની આગાહી પણ કરવામાં  આવી હતી. ત્યારે ગરમી અને લૂ લાગવાને કારણે મહારાષ્ટ્રમાં 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર ઈવેન્ટ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સવારના 11.30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે ગરમીનું પ્રમાણ વધતા અનેક લોકોની તબિયત લથડી ગઈ હતી. હિટવેવને કારણે અંદાજીત 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 24 જેટલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

મોટી સંખ્યામાં લોકો હતા ઈવેન્ટમાં હાજર!

દેશના અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી હતી. તેમજ લૂની આગાહી પણ કરવામાં આવી હતી. અનેક વખત ગરમી તેમજ લૂને કારણે લોકોના મોત થતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની છે. હિટસ્ટ્રોકને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની સારવાર ચાલી રહી છે. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરાયું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.

 


લોકો જ્યાં બેસવાના હતા ત્યાં કરાઈ ન હતી શેડની વ્યવસ્થા! 

આ કાર્યક્રમમાં અમિત શાહે સમાજસેવી દત્તાત્રેય નારાયણને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. લાખોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત લથડી હતી. કારણ કે લોકો માટે ખુલ્લા મેદાનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં લોકોને બેસાડવામાં આવ્યા તે મેદાન પર શેડની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. અચાનક ગરમીનું પ્રમાણ વધતા લોકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. અને અનેક લોકોના મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ સવારે 10.30ની આસપાસ સમાપ્ત થવાનો હતો પરંતુ બપોરના એક વાગ્યા સુધી પણ કાર્યક્રમ પૂરો થયો ન હતો. જેને કારણે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. ડિહાઈડ્રેશનને કારણે લોકો ચક્કર ખાઈને પડવા લાગ્યા હતા.  

    

મૃતકોને વળતર ચૂકવવાની કરાઈ જાહેરાત 

આ ઘટનામાં મૃતકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મૃતકોને 5 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે સારવાર લઈ રહેલા લોકોનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આ જે ઘટના બની તેનું જવાબદાર કોણ? એક તરફ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવે છે તો બીજી તરફ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો હાજરી આપવાના હોય છે. . ઉપરાંત આ કાર્યક્રમમાં લોકો ગરમીથી રક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.  




   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.