Chhotaudepurનાં કવાંટમાં હોળી પછી થાય છે આ ગોળ ફેરિયાનો મેળો!,કેમ આદિવાસી લોકો મેળામાં આવે છે? જુઓ મેળાના વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 11:50:41

ભારતને તહેવારોનો, ઉત્સવનો દેશ માનવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મેળાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં મેળા યોજાય છે. કહેવાય છે કે મેળા લોકજીવનને ધબકતું રાખે છે. આપણા ગુજરાતમાં પણ મેળાની પરંપરા છે. આદિવાસી લોકોમાં હોળીનું એક અનેરું મહત્વ હોય છે. મેળા દરમિયાન આદિવાસી અલગ અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પોતાના ગામમાં આવે છે. આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ મેળાઓ પણ થાય છે. એવો જ એક સુંદર અને અનોખો મેળો કવાંટમાં થાય છે જેને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવાય છે. 

આ ગામમાં ભરાય છે કવાંટ મેળો...  

ગુજરાતી સાહિત્યમાં મેળાને માટે અનેક રચના કરવામાં આવી છે. 'મન મળી ગયું એને મેળામાં  હું તો ગઈ'તી.. આ ગીત હોય કે પછી પન્નાલાલ પટેલના મળેલા જીવ નવલકથા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ મેળા થાય છે. કવાંટમાં ભરાતા મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે. કવાંટ મેળાની વાત કરીએ તો કવાંટ તાલુકાના રૂમડીયા ગામે હોળીના ત્રીજા દિવસે ગોળ ફેરિયાનો મેળો યોજાય છે. જે મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે. 



માંચડા પર બાંધેલા દોરડા પર ચાલવાની છે પરંપરા... 

આ મેળાની બીજી ખાસ વાત એ છે કે માનતા રાખેલા લોકો માંચડા પર ચઢીને ગોળ ફેરિયો ફરીને માનતા પૂરી કરતા હોય છે. અહીંયા માંચડા પર બાંધેલા દોરડા પર માનતા રાખેલ વ્યક્તિ જ ફરી શકે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બીજી મહત્વની વાત એ છે કે માંચડા પર ચક્કર ફેરવનાર રાઠવા પણ તેમાંય એક ચોક્કસ જ્ઞાતિના લોકો ફેરવતા હોય છે. અને ચક્કર ફરવા વાળા પણ ચોક્કસ જ્ઞાતિના લોકો જ હોય છે. 



ગામના લોકો માને છે કે મેળો ના ભરાય તો...  

૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા છે આમ તો જોવામાં ડર લાગે પણ ખુબ અદ્ભૂત આ મેળો થાય છે અને આદિવાસી પરંપરાની ઝાંખી પણ આ મેળામાં દેખાય છે. એટલું જ નહિ ત્યાં રૂમડીયા ગામમાં ભરાતો મેળો ન ભરાય તો ગામમાં કોઈ મોટી આફત અથવા મોટો સંકટ આવે તેવું સ્થાનિક લોકોનું માનવું છે. 



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે સંજયસિંહ ગુજરાત આવ્યા છે. ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા..

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.