Breaking News : શરદ પવારે NCPના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવાની કરી જાહેરાત! રાજીનામાથી ઉભા થયા અનેક તર્ક-વિતર્ક!


  • Published By :
  • Published Date : 2023-05-02 13:51:23

છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ થવાની છે. મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. શરદ પવારના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા વાતો વાતોમાં શરદ પવારે આ મામલે હિંટ આપી દીધી હતી.શરદ પવારે કહ્યું હતું કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે. જો ઉલટાવી લેવામાં ન આવે તો તે કડક બની જાય છે.     

  

નિર્ણય પાછો લેવા કાર્યકરોએ શરદ પવારને કર્યો અનુરોધ! 

શરદ પવારે મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે તેમની રાજકીય આત્મકથા 'લોક માજે સંગાતિ'ની સુધારેલી આવૃત્તિના વિમોચન સમારોહમાં આ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં શરદ પવારે નિવૃતિની જાહેરાત કરતાની સાથે જ સામે હાજર NCP કાર્યકર્તાઓએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ એવું વલણ અપનાવ્યું હતું કે જ્યાં સુધી શરદ પવાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી તેઓ ગૃહની બહાર નહીં જાય. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કરતાની સાથે જ હોલમાં ઘણા નેતાઓ અને કાર્યકરોની આંખમાં આંસુ આવી ગયા હતા. ધનંજય મુંડે સહિત કેટલાક નેતાઓએ મંચ પર જઈને શરદ પવારના પગ પકડી લીધા હતા.


અજીત પવાર અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં થઈ શકે છે સામેલ! 

શરદ પવારની આ જાહેરાત તેવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા એનસીપીમાં તીરાડ પડી હતી...  કવિતા એવી રીતે હતી કે શરદ પવારના ભત્રીજા અજીત પવાર એનસીપીના ઘણા ધારાસભ્યોને લઈને ભાજપમાં સામેલ થઈ શકે છે... અજિત પવારના બળવાને એનસીપીનું કોઈ સમર્થન નહોતું તેવું શરદ પવારે ખુદ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું હતું... શરદ પવારને તે દિવસે વહેલી સવારે 6.30 વાગ્યે અજીત પવારના બળવાની જાણ થઈ હતી... તેમના માટે આ એક મોટો આઘાત હતો પરંતુ જેવી તેમને આ વાતની જાણ થઈ, તેમણે ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કહ્યું કે બળવાને NCP દ્વારા સમર્થન નથી. અજિત પવારે વધારે વાત કરી ન હતી. પરંતુ આ રોષને ઢાંકવો જરૂરી હતો. 


24 વર્ષથી એનસીપીના છે અધ્યક્ષ! 

શરદ પવાર 82 વર્ષના છે અને ઘણા લાંબા સમયથી રાજનીતિમાં છે... તેમનું માનવું છે કે બહુ થયું હવે મારે પાર્ટીની કમાન બીજા નેતાના હાથમાં આપવી જોઈએ... શરદ પવારે કહ્યું 1960થી મારા રાજનીતિના જીવનની શરૂઆત ચાલુ થઈ અને અત્યાર સુધી ચાલુ છે.. 1999માં તે કોંગ્રેસ છોડી એનસીપીના અધ્યક્ષ બન્યા તેના 24 વર્ષ થઈ ગયા છે.. ત્યારથી અત્યાર સુધી તેમની રાજનીતિ બેરોકટોક રહી હતી..


અજીત પવારે આપી પ્રતિક્રિયા!

અજીત પવારે પણ આ બાબતે પોતાનું વર્ઝન આપ્યું હતું... તેમણે કહ્યું કે "જે થયું તે ખોટું થયું, તે ન થવું જોઈતું હતું." અજીત પવારે બળવા સમયે શરદ પવારની પત્ની પ્રતિભા પવારની માફી માંગી હતી કારણ કે મામલો પારિવારિક હતો....


લોકસભા ચૂંટણી પહેલા શરદ પવારે કરી જાહેરાત!

શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ પાર્ટીના કાર્યકર્તાઓ હેરાન થઈ ગયા હતા. પાર્ટીના કાર્યકર્તાઓએ આ નિર્ણયને પાછો લેવાની માગણી કરી હતી. તે સિવાય અનેક નેતાઓ શરદ પવારને મનાવતા નજરે પડ્યા હતા. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય પાર્ટીઓ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.