બિહારમાં CM નિતીશની મોટી જાહેરાત, અનામતનો વ્યાપ વધારીને 75% કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજુ


  • Published By :
  • Published Date : 2023-11-07 18:41:48

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિગતવાર રિપોર્ટ મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મોટી વાત કહી. સીએમ નીતિશે રાજ્યમાં OBC અનામતનો વ્યાપ વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન, સીએમ નીતિશે બિહારમાં અનામતનો વિસ્તાર 50 થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. EWS ના 10 ટકાનો સમાવેશ કરીને આરક્ષણને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન સીએમ નીતિશે કહ્યું કે અનામત વધારવા માટે સલાહ લેવામાં આવશે. અમે આ સત્રમાં જ ફેરફારો લાગુ કરવા માંગીએ છીએ.


અનામતનો વ્યાપ કેવી રીતે વધારશે?


સીએમ નીતિશે કહ્યું કે સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ - - હાલમાં SC માટે 16 ટકા અનામત વધારીને 20 ટકા કરવામાં આવશે - STને 1 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે - EBC (એકસ્ટ્રીમલી બેકવર્ડ) અને OBCને મળીને 43 ટકા અનામત આપવામાં આવશે.


જાતિ આધારિત ગણતરી અંગેના મહત્વના મુદ્દા


વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ 42.93% પરિવારો ગરીબ છે.


સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં 33% લોકો શાળાએ પણ જતા નથી. એટલું જ નહીં રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ ભૂમિહાર પરિવારો છે. તે પછી બ્રાહ્મણ પરિવારો છે. જ્યારે સામાન્ય વર્ગમાં ગરીબ પરિવારોની સંખ્યા 25.09 ટકા છે. પછાત વર્ગમાં 33.16 ટકા ગરીબ પરિવારો છે. અત્યંત પછાત (EBC)માં 33.58 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જાતિમાં 42.93 ટકા ગરીબ પરિવારો છે. અનુસૂચિત જનજાતિમાં 42.70 ટકા ગરીબ પરિવારો છે. અન્ય જાતિઓમાં 23.72 ટકા ગરીબ પરિવારો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.