ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રત્યે પડ્યા ઠંડા , "કુણું વલણ" અપનાવવા તૈયાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 16:18:09

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જાન્યુઆરીની ૨૦મી તારીખથી વ્હાઇટહાઉસમાં પ્રવેશ્યા છે ત્યારથી તેમણે યુએસના સહયોગી દેશો પર "ટેરિફ" લગાવવાનું વલણ અપનાવ્યું છે. હવે આ લિસ્ટમાં ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી ગયું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણી વાર ૨જી એપ્રિલથી ભારત પર રેસિપ્રોકલ એટલેકે જેવા સાથે તેવા ટેરિફ લગાવવાની ધમકી આપી છે . જોકે તે પેહલા અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં આ ટેરિફ મુદ્દે વાર્તાલાપ કરવા ભારત આવ્યું છે . તો આવો જાણીએ ભારત અને યુએસ વચ્ચે કઈ કઈ બાબતો પર ચર્ચા આવનારા ચાર દિવસોમાં થશે. ડોનાલ્ડ ટ્રમ્પએ ઘણીવાર તેમના ભાષણમાં કહેલું છે કે , "ડિક્ષનરીમાં તેમનો સૌથી મનપસંદ શબ્દ ટેરિફ છે." પરંતુ ટ્રમ્પ તેમના આ મનપસંદ શબ્દનો ઉપયોગ આડેધડ કરશે તે આખી દુનિયા માટે ચોંકાવનારું હતું. જોકે હવે ભારત પ્રત્યે યુએસ કુણું વલણ અપનાવે તેવી સંભાવના ચોક્કસ છે. કેમ કે, યુએસ તરફથી એક પ્રતિનિધિ મંડળ બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ટેરિફને લઇને વાટાઘાટો કરવા ભારત આવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ ૨૯ માર્ચ સુધી ભારતમાં રહેશે . આ સમય દરમ્યાન દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી ) પર પણ વાર્તાલાપ શક્ય છે. 

What would Donald Trump's victory mean for the EU?

પેહલા દિવસે ભારત અને યુએસ વચ્ચે ટેરિફ સંબંધિત વિવિધ મુદ્દાઓને લઇને વ્યાપક ચર્ચા થઇ હતી . અમેરિકા ઈચ્છે છે કે , ભારત અમેરિકન દારૂ અને કૃષિ ઉત્પાદનો પર ટેરીફમાં નોંધપાત્ર ઘટાડો કરે . જોકે ભારતે આ ટેરિફને લઇને પોતાની સીમાઓ અમેરિકાના પ્રતિનિધિ મંડળ સામે રાખી ચૂક્યું છે. ભારત આ માટે "મધ્યમમાર્ગી" નિવેડો ઈચ્છે છે. વાત કરીએ કૃષિ ઉત્પાદનોની તો , જો ભારતે પોતાનું માર્કેટ યુએસના સસ્તા કૃષિ ઉત્પાદનો માટે ખુલ્લું મૂક્યું તો આપણા ખેડૂતોને મોટું નુકશાન થઈ શકે છે. હવે વાત કરીએ , દારૂની તો , ભારત અમેરિકન દારૂની આયાત પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે જયારે ઓટોમોબાઇલ સેક્ટરમાં ૧૬૫ ટકા ટેરિફ લગાડે છે. પરંતુ ભારત આ બધા જ ટેરિફ પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવા લગાડે છે. જોકે હવે આ મિટિંગના પેહલા દિવસે ભારતે સંકેત આપ્યો હતો કે , ભારત અમેરિકન મોટરસાયકલ અને વહીસ્કીની આયાત પર ટેરિફ ઘટાડી શકે છે. 

Will Modi's high-risk gambit with Trump pay off? - India Today

અમેરિકાએ તો ભારત સાથે ડિજિટલ ટ્રેડને લઇને આકરું વલણ અપનાવ્યું છે . ભારત એવું ઈચ્છે છે કે , આપણો ડેટા આપણા દેશમાં જ સેવ થાય એટલેકે , તેને ટેક્નિકલ ભાષામાં "ડેટા લોકલાઈઝેશન" પણ કહે છે. ડેટા લોકલાઈઝેશનથી આપણો ડેટા અમેરિકામાં કે બીજા કોઈ દેશમાં નથી જઈ શકતો જોકે હવે અમેરકાને આમાં પણ વાંધો પડ્યો છે. વાત કરીએ , જો અમેરિકા ભારત પર ૨જી એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો , ભારતને ૫.૬૬ લાખ કરોડનું નુકશાન થઈ  શકે છે. આ રેસિપ્રોકલ ટેરિફ આપણી ૮૭ ટકા અમેરિકામાં થતી નિકાસોને અસર પહોંચાડશે . જોકે હવે ભારતે ૫૫ ટકા અમેરિકી આયાતો પર ટેરિફ ઘટાડવાની તૈયારી બતાવી છે. તેના લીધે ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો ટેરિફ ઘટાડી શકે છે .તો હવે જોવાનું એ છે કે , આ પ્રતિનિધિ મંડળ જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું છે તેનાથી કોઈ રસ્તો નીકળે છે કે કેમ? આ વાટાઘાટોમાં જે પણ અપડેટ હશે તેની પર અમે અપડેટ આપતા રહીશું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.