જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે જજને કરી વિનવણી, 'મેં જીવનની આશા ગુમાવી દીધી છે, જેલમાં જ મરી જાઉં તો સારું'


  • Published By :
  • Published Date : 2024-01-07 16:06:10

જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડના સંસ્થાપક નરેશ ગોયલ પર કાનુનનો સકંજો કસાયો છે. ​​​​​કેનેરા બેંક સાથે છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ શનિવારે 6 જાન્યુઆરીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરાયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે મેં જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ લથડી ગઈ છે. સારું થશે કે હું જેલમાં જ મરી જાઉ. આટલું કહેતા કોર્ટમાં નરેશ ગોયલે જજ સામે હાથ જોડી દીધા હતા.


કોર્ટને કરી વિનવણી 


નરેશ ગોયલ કોર્ટે વિનવણી કરતા વધુમાં કહ્યું કે હું મારી પત્ની અનિતાને ખૂબ જ મિસ કરું છું. તે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. આ પછી ન્યાયાધીશે કહ્યું કે તમને નિરાધાર નહીં છોડવામાં આવે. નરેશે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન તેમણે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી, જેને ન્યાયાધીશે સ્વીકારી હતી. ઉલ્લેખનિય છે કે ગોયલ પર કેનેરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે નરેશ ગોયલની કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરી હતી. તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.


સુનાવણી દરમિયાન જજે શું કહ્યું?


ન્યાયાધીશે કહ્યું કે 'મેં તેમની વાત ધ્યાનથી સાંભળી અને જ્યારે તેઓ પોતાની વાત જણાવી રહ્યા હતા ત્યારે તેમને ધ્યાનથી જોયા. મેં જોયું કે તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે ટેકાની જરૂર છે. મેં નરેશ ગોયલની દરેક વાત પર ધ્યાન આપ્યું. મેં આરોપીને ખાતરી આપી હતી કે તેમને નિરાધાર નહીં છોડવામાં આવે. તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરેક શક્ય કાળજી લેવામાં આવશે અને તેને સારવાર આપવામાં આવશે.'


નરેશ ગોયલ પર રુપિયાની હેરાફેરીનો આરોપ


કેનેરા બેંકે આરોપ લગાવ્યો હતો કે જેટ એરવેઝના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું છે કે જેટે તેની સંલગ્ન કંપનીઓને 1,410.41 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. ગોયલ પરિવારના અંગત ખર્ચ - જેમ કે સ્ટાફના પગાર, ફોન બિલ અને વાહન ખર્ચ - આ બધું જેટ એરવેઝમાંથી જ થતું હતું. ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી. 2019માં એરલાઇન ચેરમેન પદ છોડી દીધું હતું.


અર્સથી ફર્સ પર કેવી રીતે આવ્યા


નરેશ ગોયલે વર્ષ 1990ના દાયકાની શરૂઆતમાં, ટિકિટિંગ એજન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ શરૂ કરીને લોકોને એર ઈન્ડિયાનો વિકલ્પ આપ્યો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતા અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.જ્યારે 'ધ જોય ઓફ ફ્લાઈંગ' ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યા હતા. માર્ચ 2019 સુધીમાં કંપનીની ખોટ 5,535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે