જાણો વિશ્વ જળ દિવસ ઉજવવા પાછળ શું છે ઈતિહાસ, પ્રથમ વખત ક્યારે કરાઈ હતી આ દિવસની ઉજવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-22 15:56:03

કહેવાય છે કે જળ છે તો જીવન છે.. આપણા જીવનમાં પાણીની મહત્તા સમજાવવા વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવે છે. પાણીનું મહત્વ લોકો સમજે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના એવા અનેક દેશો છે જ્યાં પાણી માટે લોકો આજે પણ વલખા મારે છે. પાણીની સમસ્યાનો સામનો વિશ્વના અનેક દેશો કરી રહ્યા છે. આ સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. પાણીનું મહત્વ સમજાવવા ઉપરાંત પાણી કેવી રીતે બચાવી શકાય તે માટે લોકોને જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 

1993માં પ્રથમ વખત ઉજવાયો હતો વિશ્વ જળ દિવસ 

જો વિશ્વ જળ દિવસના ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1992માં રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદ યોજાઈ હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ એક ઠરાવ પાસ કર્યો હતો. દર વર્ષે સમગ્ર વિશ્વમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવાય છે. 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. લોકો પાણી સંરક્ષણનું મહત્વ સમજે તે માટે આ દિવસને મનાવવાની ફરજ પડી હતી. પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચ 1993ના રોજ કરવામાં આવી હતી.


ચોખ્ખું પાણી ન મળતા થાય છે અનેક ગંભીર બિમારી 

એવું માનવામાં આવે છે કે વિશ્વની ઉત્પત્તિ થઈ તે પહેલા દરેક જગ્યા પર પાણી જ હતું. પૃથ્વીની સપાટીનો લગભગ ત્રણ- ચતુર્થાંશ ભાગ પાણીથી ઢંકાયેલો હતો. પરંતુ પીવા માટે ઉપયોગી પાણી માત્ર દોઢ ટકા જેટલું જ હતું. બાકી બધું પાણી ખારાશ વાળું હતું. મળતી માહિતી મુજબ વિશ્વમાં લગભગ બે અબજ લોકો એવા છે જેમને પીવા માટે શુદ્ધ જળ નથી મળતું. જેને કારણે લોકોને ગંભીર બિમારીઓથી પીડાવું પડે છે. 


 

અલગ અલગ થીમ પર મનાવાય છે દિવસ

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે પાણી અને સ્વચ્છતાની કટોકટીના ઉકેલ માટે પરિવર્તનને વેગ આપવો. વર્ષ 2022ના થીમની વાત કરીએ તો ભૂગર્ભજળ અદ્રશ્યને દ્રશ્યમાન બનાવું એવી હતી. અનેક જગ્યાઓ પર આ દિવસને લઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાટકો, કવિતાઓ, પોસ્ટરો, સ્લોગનોના માધ્યમથી લોકોને પાણી માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે વિશ્વ જળ દિવસે આપણે પણ પાણીને બચાવવાનો સંકલ્પ લઈએ.                




રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...