લોકસભા ચૂંટણી 1999: સ્વદેશી-વિદેશી મુદ્દે લડાઈ ચૂંટણી, કોઈ પણ પક્ષને બહુમતી નહીં, વાજપેયી ત્રીજી વખત બન્યા PM


  • Published By :
  • Published Date : 2023-10-17 14:34:49

AIADMKના સુપ્રીમો જયલલિતાએ તમિલનાડુની DMK સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી હતી, જો કે વાજપેયી સરકારે તે માગ અસ્વિકારતા અંતે AIADMKએ છેલ્લી ઘડીએ સમર્થન પાછું ખેંચી લેતા અંતે 13 મહિના સુધી ચાલતી સરકાર પડી ગઈ હતી. 17 એપ્રિલ 1999ના રોજ, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકાર વિશ્વાસ પ્રસ્તાવમાં નિષ્ફળ ગઈ હતી. અટલ બિહારી વાજપેયી એક મતથી વિશ્વાસ મત હારી ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તેમની તરફેણમાં સમર્થન એકત્ર કરી શક્યા નહીં, જેના કારણે અધ્યક્ષ કે.આર. નારાયણ દ્વારા લોકસભા ભંગ કરી અને ફરીથી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.


વાજપાઈના નેતૃત્વવાળા NDA ગઠબંધને બાજી મારી 


1999ની લોકસભા ચૂંટણીના પરિણામો 1998ની લોકસભા ચૂંટણી જેવા જ હતા, ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને NDA સરકાર બનાવી. પરંતુ ભાજપ આ વખતે પાંચ વર્ષ સરકાર ચલાવવામાં સફળ રહ્યું તેનું એક જ કારણ હતું. ગત ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપને માત્ર 182 બેઠકો મળી હતી પરંતુ કોંગ્રેસની 27 બેઠકો ઘટી હતી. કોંગ્રેસને આ વખતે 114 બેઠકો મળી હતી, કોંગ્રેસની ઓછી બેઠકોને કારણે હવે સરકાર રચવાનો દાવો માત્ર ભાજપ પાસે જ હતો. એનડીએ ગઠબંધન હેઠળ ભાજપે લોકસભામાં બહુમતી સાબિત કરી હતી. આ વખતે વાજપેયી સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા હતા. આ સાથે, જ અટલ બિહારી વાજપેયી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનારા દેશના સૌપ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.


સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનતા પાર્ટીમાં ભાગલા


દેશના રાજકારણમાં કોંગ્રેસની કથળતી સ્થિતિ જોઈને સોનિયા ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ સંભાળવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય હેઠળ સોનિયા ગાંધીએ સૌપ્રથમ 1998માં કોલકાતાના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યું હતું. આ પછી 14 માર્ચ 1998ના રોજ કોંગ્રેસની લગામ સિતારામ કેસરી પાસેથી સોનિયા ગાંધીને સોંપવામાં આવી હતી હતી.સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા કે તરત જ ભાજપે વિદેશી મૂળના મુદ્દાને રાષ્ટ્રિય સ્તરે ઉઠાવ્યો હતો અને લોકસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. વર્ષ 1999ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. આ મુદ્દાને લઈને જેટલો અવાજ દેશમાં સામાન્ય લોકોમાં હતો તેટલો જ કોંગ્રેસની અંદર પણ ઉઠ્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે પાર્ટીના અગ્રણી નેતાઓમાં મહારાષ્ટ્રના શરદ પવાર, બિહારના તારિક અહેમદ અને ઉત્તર-પૂર્વના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા પીએ સંગમાએ કોંગ્રેસ છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું.


લોકસભા ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ


સોનિયા ગાંધીનું વિદેશી હોવું આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બનીને ઉભરી આવ્યો હતો. તારિક અનવર, પીએ સંગમા અને શરદ પવારે આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો અને કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. કોંગ્રેસની અંદરના વિવાદનો એનડીએ જોરદાર ફાયદો ઉઠાવ્યો હતો. વિદેશી સોનિયા વિરુદ્ધ સ્વદેશી વાજપેયીની હવા દેશભરમાં ફેલાઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીએ તેનો ભરપૂર લાભ લીધો હતો. આ ઉપરાંત આ ચૂંટણીનો બીજો સૌથી મોટો મુદ્દો કારગિલ યુદ્ધ હતું. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને દેશમાં રાષ્ટ્રવાદની લહેર ઉઠી હતી. કારગિલ યુદ્ધના કારણે દેશમાં વાજપેયી એક મજબુત નેતા તરીકે ઉભરી આવ્યો હતો અને ચૂંટણીમાં ભાજપને તેનો પૂરો લાભ મળ્યો હતો. આ ચૂંટણીમાં NDAને 269 બેઠકો મળી હતી. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને ચૂંટણીમાં 29 બેઠકો મળી હતી. ટીડીપીના સમર્થનથી વાજપેયીની સરકાર સંપૂર્ણ બહુમતીના જાદુઈ આંકડા સુધી સરળતાથી પહોંચી ગઈ હતી. વર્ષ 1999ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સીપીઆઈની હારે બધાને ચોંકાવી દીધા હતા.


બે તબક્કામાં મતદાન


ભારતમાં તેરમી લોકસભા ચૂંટણી 5 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબર 1999 વચ્ચે યોજાઈ હતી. 1999ની લોકસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. તેરમી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કુલ મતદારોની સંખ્યા 61 કરોડ 95 લાખ 36 હજાર 847 હતી. 1999માં દેશના 25 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં 59.99 ટકા મતદાન થયું હતું, જેમાં સિક્કિમમાં સૌથી વધુ 81.71 ટકા અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું 32.34 ટકા મતદાન થયું હતું.


લોકસભા ચૂંટણી 1999માં મુખ્ય પક્ષો


1999ની સામાન્ય ચૂંટણી દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP), બહુજન સમાજ પાર્ટી (BSP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ  પાર્ટી (CPM), કોંગ્રેસ, જનતા દળ (યુનાઈટેડ)-JDU, જનતા દળ (સેક્યુલર) - JDS આ 7 રાષ્ટ્રીય પક્ષો હતા. આ સિવાય દેશભરમાં 162 અન્ય પ્રાદેશિક અને નાના પક્ષો પણ હતા. સમગ્ર દેશમાં કુલ 4,648 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં હતા. 1999માં 13મી લોકસભા ચૂંટણીમાં ભાજપે JDU, શિવસેના, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), બીજુ જનતા દળ (BJD) જેવા પક્ષો સાથે NDA તરફથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે 339, કોંગ્રેસે 453, બસપાએ 225, જેડીએસ 96, CPMએ 72, જેડીયુ 60 અને CPIએ 54 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.


લોકસભા ચૂંટણી 1999નું પરિણામ


1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 182, કોંગ્રેસને 114, સીપીએમને 33, જેડીયુને 21, સીપીઆઈને 4 અને જેડીએસને 1 બેઠક મળી હતી. અન્ય પ્રાદેશિક અને નાના પક્ષોએ 158 લોકસભા બેઠકો જીતી હતી. આમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ તમિલનાડુમાં 12 લોકસભા બેઠકો, મહારાષ્ટ્રમાં શિવસેના 15, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી 26, તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આંધ્ર પ્રદેશમાં 29 લોકસભા બેઠકો જીતી છે. ઉપરાંત, અપક્ષ ઉમેદવારો 6 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. 1999ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને 28.30 ટકા વોટ મળ્યા હતા, ભાજપને 23.75 ટકા વોટ મળ્યા હતા. અન્ય પ્રાદેશિક અને નાના પક્ષોને 26.93 ટકા મત મળ્યા હતા. ભાજપના અગ્રણી નેતા અટલ બિહારી વાજપાઈના આગેવાની હેઠળના ગઠબંધન એનડીએએ ટીડીપીના સમર્થનથી કેન્દ્રમાં સરકાર બનાવી હતી, NDA ગઠબંધનનના નેતા તરીકે અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.



વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..

સુરતના સરથાણાથી એક કરૂણ ઘટના સામે આવી. દેવું કરીને, સગા સંબંધી પાસેથી પૈસા લઈને ચુનીભાઈ ગોડિયાએ પોતાના સંતાનને કેનેડા મોકલ્યો અને પછી તે સંતાન પોતાના માતા પિતાને ભૂલી ગયો... આ આઘાતને માતા પિતા સહન ના કરી શક્યા અને અંતે તેમણે મોતને વ્હાલું કર્યું...

લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...