વડાપ્રધાન મોદીને મળી જન્મદિવસની અનેક શુભેચ્છાઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:39:17

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. દેશભરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.

દેશના રાષ્ટ્રપતિએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા

દ્રૌપદી મુર્મુએ પીએમને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

રાજનાથ સિંહે પણ પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અમિત શાહે પણ પાઠવી વડાપ્રધાન મોદીને શુભેચ્છા.

તે ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, ઉત્તર પ્રદેશના  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમજ અજય દેવગણે, નિતીન ગડકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે