મનોજ મોદીને મુકેશ અંબાણીએ આપી 1500 કરોડની ભેટ! જાણો કોણ છે મનોજ મોદી જેમને મળ્યું 22 માળનું ઘર!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:35:59

અંબાણી પરિવાર તેમની રહેણી કરણી તેમજ દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી એક વખત તેમના સ્વભાવને કારણે ચર્ચમાં આવ્યા છે. લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે પરંતુ તેમને અંબાણી પરિવારના નજીકના મિત્ર પણ માનવામાં આવે છે. 

manoj modi ambani gifted house of 1500 crore

અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં નિભાવી છે ભૂમિકા!

મુકેશ અંબાણી જેમને 1500 કરોડનું ઘર ભેટમાં આપતા હોય તે નાની વ્યક્તિ તો હોય નહી. જો મનોજ મોદી વિશે વાત કરીએ તો મનોજ મોદીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેમણે સંભાળ્યા છે. જેવા કે હજીરા પેટ્રોક્ટસ, જામનગર રિફાઈનરી, ટેલીકોમ બિજનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ તે સંભાળી ચૂક્યા છે. રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું જીઓમાં પણ મનોજ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


22 માળનું ઘર મુકેશ અંબાણીએ કર્યું ગિફ્ટ!

મનોજ મોદીએ ન માત્ર મુકેશ અંબાણી સાથે કામ કર્યું છે પરંતુ ધીરૂભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે. તે ઉપરાંત ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે પણ કામ કર્યું છે. મતલબ મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણ પેઢી જોડે કામ કર્યું છે. જેમ એન્ટિલિયા 27 માળનું આલિશાન ઘર છે તેમ જ મનોજ મોદીને ભેટમાં મળેલું ઘર આલીશાન છે. 1500 કરોડના ઘરની વાત કરીએ તો ઘરનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે. આ ઘર નેપિયન-સી રોડ પર સ્થિત છે. 7 ફ્લોર તો માત્ર કાર પાર્કિંગ માટે જ બનાવામાં આવ્યા છે. ત્યારે આવા બોસની દિલદારીને જોઈને તમને પણ થતું હશે આવા બોસ ભગવાન બધાને આપે...            




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.