અર્થતંત્રના મોરચે રાહતના સમાચાર, ચાલુ ખાતાની ખાધ ઝડપથી ઘટી, સર્વિસ સેક્ટરની નિકાસ વધતા રાહત


  • Published By :
  • Published Date : 2023-12-26 22:15:39

RBIએ ભારતની ચાલુ ખાતાની ખાધ  (current account deficit)ના આંકડા જાહેર કર્યા છે. RBIના મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ચાલુ ખાતાની ખાધ ઝડપથી ઘટીને GDPના 1 ટકા અથવા 8.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ ઘટીને 8.3 અબજ ડૉલર થઈ છે, જે આપણી GDPના 1 ટકા બરાબર છે. RBIએ જણાવ્યું છે કે, માલસામાનની વેપાર ખાધ નીચી રહેવાથી તેમજ સર્વિસ સેક્ટરની નિકાસમાં વધારો થવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળી છે.


અગાઉ કેટલી હતી ખાધ?


એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ 9.2 અબજ ડૉલર (GDPના 1.1 ટકા) હતી જ્યારે એક વર્ષ પહેલાંના ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર 2022) 30.9 અબજ ડૉલર (GDPના 3.8 ટકા) નોંધાઈ હતી, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 26 ડિસેમ્બરે જાહેર કરેલા અખબારી નિવેદનમાં જણાવ્યું હતું. જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં માલસામાનની વેપાર ખાધ 78.3 અબજ ડૉલર હતી, જે જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ઘટીને 61 અબજ ડૉલર થવાથી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થયો છે.


સર્વિસ સેક્ટરની નિકાસ વધી


સર્વિસ સેક્ટર જેવા કે સોફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સર્વિસની નિકાસમાં 4.2 ટકાનો વધારો થયો છે. સર્વિસિસની ચોખ્ખી આવકમાં ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે વધારો થયો છે. જોકે, ઓક્ટોબરમાં માલસામાનની વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરનો ચાલુ ખાતાની ખાધનો ડેટા માર્ચ 2024માં જાહેર થશે.


ઓક્ટોબરમાં ઓલ-ટાઈમ હાઈ સ્તરે


ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં ભારતની માલાસામાનની આયાત 31.5 અબજ ડૉલર જ્યારે માલાસામનની વેપાર ખાધ 65 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, નવેમ્બરમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને આયાત ઘટીને 54.5 અબજ ડૉલર જ્યારે વેપાર ખાધ ઘટીને 20.6 અબજ ડૉલર થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં ભારતની ચાલુ ખાતાની ખાધ 67 અબજ ડૉલર એટલે કે, GDPના 2 ટકા રહી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે