GST: 5 વર્ષમાં 65 ટકા કરદાતા વધ્યા, GST કલેક્શનનો આંકડો રૂ.1.13 કરોડ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 22:16:26

દેશમાં કરદાતાઓની સંખ્યા સતત વધી રહી છે તેની સાથે-સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. એપ્રિલ 2023 સુધી છેલ્લા પાંચ વર્ષમાં GST રિટર્નમાં મોટો વધારો થયો છે અને કરદાતાઓની સંખ્યા પણ 65 ટકા જેટલી વધી છે. દેશમાં હવે આ સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. કરદાતાઓના અનુપાલનમાં સુધારો કરવાને કારણે એપ્રિલ 2023 સુધીના પાંચ વર્ષમાં ફાઇલ કરવામાં આવેલા GST રિટર્નની સંખ્યા લગભગ 65 ટકા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી. 


સક્રિય કરદાતાઓની સંખ્યા  1.40 કરોડએ પહોંચી


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ નોંધાયેલા સક્રિય કરદાતાઓની સંખ્યા એપ્રિલ 2018માં 1.06 કરોડથી વધીને 1.40 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં, 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. GST લાગુ થયાના એક વર્ષ પહેલા 2017-18માં આ આંકડો 68 ટકા હતો. મંત્રાલયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, "GST નિયમો અને પ્રક્રિયાઓમાં સરળીકરણને કારણે લાયક કરદાતાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા રિટર્નની ટકાવારીમાં વધારો થયો છે." GST 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ થતો હતો.


GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને પાર 


GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. GSTR-3B એ આઉટવર્ડ સપ્લાયની વિગતો અને કર ચૂકવણી કરવા માટેનું માસિક રિટર્ન ફોર્મ છે. "જીએસટીમાં અસરકારક નીતિ અને પ્રણાલીગત ફેરફારોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં GST રિટર્ન ભરવામાં અનુપાલન સ્તરમાં સુધારો થયો છે," મંત્રાલયે X પરની બીજી પોસ્ટમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિટર્ન ફાઇલિંગમાં થયેલો વધારો અનુપાલન સ્તરમાં સુધારો દર્શાવે છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે. એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે